ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટામાં કાળજાના કટકા જેવી બે માસૂમ દીકરીઓનું પાણીમાં ડૂબી જતા મોત, પરિવારમાં હૈયાફાટ આક્રંદ - girls drown in water at Upleta - GIRLS DROWN IN WATER AT UPLETA

ઉપલેટાના વચલા કલારીયા ગામે રમતા-રમતા બે માસૂમ બાળકીઓનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાની ઘટના ઘટી છે. એક સાથે બે કાળજાના કટકા સમાન દીકરીઓના મોતથી પરિવારમાં સન્નાટો છવાયો હતો.- girls drown in water at Upleta

બાળકીઓનું ડૂબી જતા મોત
બાળકીઓનું ડૂબી જતા મોત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2024, 4:29 PM IST

રાજકોટ:રાજકોટ જિલ્લામાં ફરી એકવાર નાણાં બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ગામે રમતા-રમતા બે માસૂમ બળકીઓના ડૂબી જવાથી મોત થયા છે.

ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ગામે આવેલા તળાવમાં રમતા રમતા બે બાળકીઓ પાણીમાં ડૂબી જતા મોત થયું હોવાનો એક બનાવ સામે આવ્યો છે. ખેત મજૂરી કરતા પરપ્રાંતીય ખેત મજૂરની એક સાથે બન્ને બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી.

બાળકીઓનું ડૂબી જતા મોત (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે કાળજાના કટકા સમાન બંને દીકરીઓને એક સાથે ગુમાવવાનું દુઃખ પરિવાર માટે શોકગ્રસ્ત સમાચાર બન્યું છે. બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી, જે બાદ તેમને બહાર કાઢી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબે બંને બાળકીઓને મૃત જાહેર કરી હતી. જે બાદ એક સાથે બન્ને બાળકીઓના મોત થતા પરિવાર પર આભ ફાટી ગયું હોય તેવી પરિવારજનોની હાલત થઈ હતી.

બાળકીઓનું ડૂબી જતા મોત (Etv Bharat Gujarat)

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અહીં ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ખેત મજૂરી કરવા માટે આવેલા પરપ્રાંતિય મજૂર માતા-પિતાની બાળકીઓ રમતા રમતા તળાવમાં પડી ગઈ હતી. આ બાળકીઓ તળાવમાં પડી ગયેલી હોવાની જાણ થતાં બન્ને બાળકીઓને બહાર કાઢીને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર તબીબે આ બાળકીઓને મૃત જાહેર કરતા માતા-પિતા પર આભ ફાટ્યું હતું.

બે બાળકીઓનું ડૂબી જતા મોત (Etv Bharat Gujarat)

આ ઘટનામાં 04 વર્ષીય શિવાની ઈતારામ સોલંકી તેમજ 02 વર્ષીય સુમન ઈતારામ સોલંકી નામની બંને બાળકીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી હોવાથી ઉપલેટા સિવિલ હોસ્પિટલના હાજર મેડિકલ ઓફિસર ડો. એમ.એ. વાળા દ્વારા ઘટના અંગે ભાયાવદર પોલીસને જાણ કરતા ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.બી. મજીઠીયા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. UK માં "મણિયારા રાસ" ની રમઝટ : પોરબંદરના આઠ કલાકારનું ગ્રુપ આપશે મહેર સંસ્કૃતિને ઓળખ - Navratri 2024
  2. મૃત્યુ બાદ પણ સગવડ નહીં: ધોરાજીના સ્મશાનમાં જાળવણીનો આભાવ, પરિવારજનોને પડી રહી છે તકલીફો - crematorium in Bad condition

ABOUT THE AUTHOR

...view details