સુરત: અડાજણ, આનંદ મહેલ રોડ, સ્નેહ સંકુલવાડી પાસે સનસ્ટાર એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષીય નિમેષ પ્રવિણચંદ્ર આફ્રિકાવાલા ઈચ્છાપોરમાં ગુજરાત હિરાબુર્સમાં આવેલ ડાયમંડ બનાવવાના મશીનરીનું ઉત્પાદન કરતી લેક્ષસ સોફ્સમેક 3 કંપનીમાં 24 વર્ષથી ચીફ એડમિન ઓફિસર તરીકે નોકરી કરે છે. તેમના દ્વારા ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં રવિન્દ્ર ઉર્ફે રવી મધુભાઈ કાતરીયા અને હસમુખ ઉર્ફે હર્ષ ખીમજીભાઈ લુહારની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ નિમેષભાઈના ધ્યાન પર એવું આવ્યું હતું કે તેમની કંપનીમાં અગાઉ સર્વિસ એન્જિનિયર તરીકે નોકરી કરી ચુકેલા રવિન્દ્ર ઉર્ફે રવી મધુ કાતરીયા અને હસમુખ ઉર્ફે હર્ષ ખીમજી લુહાર દ્વારા ડુપ્લિકેટ હિલિયમ સોફ્ટવેરનું બનાવી માર્કેટમાં સસ્તા ભાવે વેચાણ કરવામાં આવે છે.
પોલીસ રિમાન્ડમાં આરોપીઓ:હાલતો પોલીસે ફરિયાદના આધારે બંને આરોપી રવિન્દ્ર ઉર્ફે રવી મધુ કાતરીયા અને હસમુખ ઉર્ફે હર્ષ ખીમજી લુહાની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટ સમક્ષ પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
રિમાન્ડ માટે કયાં કયાં કારણો રજૂ કરાયાં
- આરોપીઓએ કેવી રીતે સોફટવેયર મેળવ્યું
- સોફટવેયરનું ડુપ્લિકેશન કરીને તેને કોને વેચ્યું છે.
- આ સોફટવેરનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો છે
ડુપ્લિકેટ સોફ્ટવેર વેચવાના ચાલુ રાખ્યા: એસીપી દીપ વકીલે જણાવ્યુ હતું કે, બંને જણાને કંપનીમાં બોલાવી પુછપરછ કરતા બે ત્રણ જગ્યાએ ડુપ્લિકેટ સોફ્ટવેર વેચાણ કર્યા હોવાની કબુલાત કરી ફરીથી નહીં વેચવાની બાંહેધરી આપી હતી. પરંતુ બંને જણાએ ડુપ્લિકેટ સોફ્ટવેર વેચવાના ચાલુ રાખ્યા હતા. હસમુખએ ગત તા 23 જાન્યુઆરીના રોજ મુંબઈ ખાતે ડાયમંડ ફેકટરી ખાતે મીટિંગ કરી ડીલ કરી હતી. અને રવિન્દ્રએ તેની કંપની સેક્યુલરઝિમ એન્ટરપ્રાઈઝને 126 હાફ્સ થેલેસ ગ્રુપ કંપનીને દિલ્હી ખાતે મંગાવી તમામ હાફ્સનો સોફ્ટવેર લોક તરીકે ઉપયોગ કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે, આ કંપની દ્વારા રશિયાની ઓક્ટોનસ સોફટવેર કંપની સાથે એગ્રીમેન્ટ કર્યા છે. ઓક્ટોનસ સોફ્ટવેર કંપની ડાયમંડ ડિઝાઈન (પ્લાનિંગ) કરવાના અલગ અલગ સોફ્ટવેર બનાવે છે. જેમાં એક હિલિયમ સોફ્ટવેર છે. અને આ સોફ્ટવેર વેચાણ કરવાની ઓથોરિટી આખા ભારતદેશમાં માત્ર તેમની કંપનીને જ આપવામાં આવી છે. કંપની દ્વારા હિલિયમ સોફ્ટવેર માર્કેટમાં 12.50 લાખમાં વેચાણ કરે છે. જયારે મશીનરી સાથે સોફ્ટવેરની કિંમત રૂપિયા 18.50 લાખ થાય છે.
- Surat Crime : ઓલપાડ પરા વિસ્તારના ગુનાહિત ભૂતકાળ ધરાવતાં યુવકની હત્યા, આશરો આપેલા ઇસમોએ જ કર્યું ષડયંત્ર
- Jamnagar News : જામનગર મહાનગરપાલિકા જનરલ બોર્ડ બહાર નગરસેવિકા રચના નંદાણીયાનો વિરોધ, મુદ્દો જાણો