છોટાઉદેપુર: જીલ્લામાં રીછ અભ્યારણ અને ઉડતી ખિસકોલી માટે કેવડી ઇકો ટુરિઝમ પ્રવાસીઓમાં ખૂબ જ જાણીતું બન્યું છે. જયાં દૂર દૂરથી પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે જમવા રહેવાની સુવિધા સાથે વાસમાંથી ટેન્ટ બનાવવામાં આવ્યા છે. જે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન સુવિધા શરુ કરવામાં આવી છે.
ઊડતી ખિસકોલીનો અકસ્માત:છોટાઉદેપુરના કેવડીના જંગલ વિસ્તારમાં આજથી 13 વર્ષ પહેલા એક ઉડતી ખિસકોલીનો અકસ્માત થયો હતો. ઘાયલ અવસ્થામાં મળી આવેલી ઉડતી ખિસકોલીને સૌપ્રથમ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી, ત્યારબાદ વધુ સારવાર માટે આણંદ વેટરનરી કોલેજમાં અત્યાધુનિક સારવાર આપવામાં આવી હતી.
કેવડી ઈકો ટુરિઝમ ઉડતી ખિસકોલી માટે પ્રવાસીઓમાં જાણીતું બન્યું છે. (etv bharat gujarat) ઉડતી ખિસકોલી મરણ પામી: 2 ફિટની લંબાઈ ધરાવતી ઉડતી ખિસકોલી ફરી સાજી થઈ અને સામાન્ય જીવન જીવી શકે તેવી શક્યતા હતી. પરંતુ 2જી ડિસેમ્બરના રોજ વડોદરા પોલિટેક્નિકથી આણંદ વેટરનરી કોલેજમાં લકવાગ્રસ્ત ઉડતી ખિસકોલીને લાવવામાં આવી હતી. સારવાર અગાઉ ઘાયલ ખિસકોલીના સિટીસ્કેન, MRI અને સ્પેશિફિકેશન રિપોર્ટ્સ પણ કાઢવામાં આવ્યા હતા. જોકે, આ ખિસકોલીની સારવાર સાથે સંકળાયલા ડોક્ટરોના મતે તેની તબિયત સુધારા પર હતી, તે મરણ પામી હતી.
કેવડી ઈકો ટુરિઝમ ઉડતી ખિસકોલી માટે પ્રવાસીઓમાં જાણીતું બન્યું છે. (etv bharat gujarat) વનવિભાગ દ્વારા દેખરેખ: આ જંગલમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. જે અંગે કેવડી બીટના રાઉન્ડ ફોરેસ્ટર કે. જી દેસાઈએ ETV BHARATને જણાવ્યું કે, સૂર્યાસ્ત થયા બાદ 3 જેટલી ખિસકોલી નિયમિત રીતે એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉડતી નજરે પડે છે. આ ઉડતી ખિસકોલીઓનું વન વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. જે ખિસકોલીઓ મહુડાના ઝાડની બખોલમાંથી જ ખોરાક મેળવતી હોય છે.
કેવડી ઈકો ટુરિઝમ ઉડતી ખિસકોલી માટે પ્રવાસીઓમાં જાણીતું બન્યું છે. (etv bharat gujarat) પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા: રીંછ અભ્યારણ તરીકે જાણીતા કેવડી રેન્જમાં રીંછ, દીપડા, ઝરખ, નીલગાય જેવા પ્રાણીઓની સારી એવી વસ્તી ધરાવતો જંગલ વિસ્તાર છે. હાલ ગરમીનું પ્રમાણ વધતા જ નદી કોતરોમાં પાણી સૂકાઈ જાય છે. જેથી વન વિસ્તારમાં બનાવવામાં આવેલ અવેડામાં વન વિભાગ દ્વારા ટેન્કર મારફતે પાણી ભરવામાં આવી રહ્યું છે. જો વન્ય પ્રાણીઓને જંગલમાં જ પાણી મળી રહે તો તેઓ માનવ વસ્તીમાં આવતા અટકે જેથી તેઓ માનવ પર હુમલો ન કરે.
આ પણ વાંચો:
- આધુનિક સમયમાં ક્લે માટીના વાસણોની "બોલબાલા", છોટાઉદેપુરમાં આ સમુદાય બનાવે છે નોનસ્ટિક વાસણ...
- "માણસની શોભા એની માતૃભાષા", છોટાઉદેપુરની શાળાઓમાં સ્થાનિક બોલીઓમાં બાળકો કરે છે અભ્યાસ...