ગીર સોમનાથ:આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લાં રાજ્યના શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે હર હર મહાદેવના નાદથી સમગ્ર સોમનાથ મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું.
અમદાવાદમા સોમવતી અમાસને લઈને ગિયાસપુર સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી હતી.
રાજકોટમાં પણ શ્રવાણ માસના છેલ્લા સોમવારે સર્વેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવી હતી. ભોળાનાથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડ્યાં હતાં
આ પણ વાંચો:
- ગીરની વનરાજી અને કોતરોમાં બિરાજમાન "ટપકેશ્વર મહાદેવ", પાંડવો સાથે જોડાયેલો રસપ્રદ ઈતિહાસ - Tapkeshwar Mahadev
- બનાસકાંઠાનું 5 હજાર વર્ષ જૂનું પૌરાણિક કપિલેશ્વર મહાદેવનું મંદિર: કપિલ મુનિએ કરી હતી પ્રાણપ્રતિષ્ઠા - Kapileshwar Mahadev Temple