મહિસાગર: વિરપુરના સરાડીયામાં તળાવમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ડૂબતા ત્રણેયનું મોત નિપજ્યું છે. વિરપુરના સરાડીયા ગામના પરા વિસ્તારમાં આવેલા ધામડિયાના ગામના ત્રણ યુવાનો ગામના તળાવમાં ન્હાવા પડતા પાણીમાં ગરકાવ થયા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ત્રણે યુવાનોનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પી.એમ. અર્થે સરકારી દવાખાને વિરપુર લઈ જવાયા હતા. સમસ્ત ગામમાં હોળીનો તહેવાર શોકમાં ફેરવાયો છે.
મહીસાગરમાં વિરપુરના સરાડીયામાં તળાવમાં નાહવા પડેલા એક જ કુટુંબના ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત - Three Youth Drowned In Lake
મહીસાગરમાં વિરપુરના સરાડીયામાં તળાવમાં નાહવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જતાં મોત નીપજ્યાં છે.
Published : Mar 24, 2024, 9:17 AM IST
એક જ કુટુંબના ત્રણ યુવાનોના મોત:વિરપુર હાંસોલિયા તળાવમાં યુવાનો ડૂબતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા 1 કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યા હતા. લુણાવાડા NDRF ની ટીમ આવતા પહેલા જ સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય પરિવારના સદસ્યોના હૈયાફાટ રુદન વચ્ચે પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ત્રણેય યુવાન તળાવમાં ડૂબી જનાર જયેશકુમાર પગી, રવિન્દ્રકુમાર સોલંકી અને નરેશભાઈ સોલંકી છે, અને ત્રણેય વીરપુરના ધાવડીયા ગામના વતની હોવાનું આવ્યું સામે આવ્યું છે. એક જ કુટુંબના ત્રણ યુવાનોના મોત થતાં સમસ્ત ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.
ગામના ત્રણ યુવાનો નાહવા માટે ગયા હતા. કમનસીબે ત્રણેય જણા ડૂબી ગયા અને તેમની ડેથ થઈ. મહીસાગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તરત મૃતદેહ રિકવર કર્યા છે અને પીએમ માટે મોકલી આપ્યા છે. આગળની તપાસ ચાલુ છે. પ્રાથમિક વિગત પ્રમાણે તેમની જોડે બીજા મિત્રો હતા અને એમના તરફથી પણ જાણવા મળ્યું છે કે, શરૂઆતમાં બે નાહવા પડ્યા હતા અને એમને ડૂબતાં જોઈને બીજા મિત્રએ બચાવવાની કોશિશ કરી અને સમગ્ર ઘટના દરમ્યાન જે આ યુવાનો છે, એમનું મૃત્યુ થયું. - કમલેશ વસાવા, DYSP, મહીસાગર