સુરત: સુરતના ઉન વિસ્તારના સિટીબસના કર્મચારી અફઝલ રહેમત હુસેન સિદ્દીકીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે ગત સોમવારે રાતે 8 વાગે આશિફ પીંજારી નામનો શખ્સ તેના બે મિત્રો સાથે બીઆરટીએસ બસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા હતોૃા. અને બસ સ્ટેન્ડમાં તેના પાકીટમાંથી રૂપિયા ગુમ થઇ ગયા છે. તેવું કહી અફઝલ હુસેન પર આરોપ મૂક્યો હતો. તે દરમિયાન બોલાચાલી થઈ રહી હતી. ત્યારે આશિફે ગુસ્સામાં અફઝલને તમાચો મારી દીધો હતો.
ઉન BRTS સ્ટેશનમાં ત્રણ શખ્સોએ કરી તોડફોડ, બસના કાચ અને કેમેરા તોડી નાખ્યા - Three people ransacked in un brts - THREE PEOPLE RANSACKED IN UN BRTS
ઉન વિસ્તાર સ્થિત બીઆરટીએસ બસ સ્ટેશનમાં ગત સોમવારે મોડી રાતે ઘૂસી આવેલા ત્રણ લોકોએ કેશિયર સાથે ઝઘડો કરી બસનો કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાખીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્રણેય સામે બસ ઓપરેટ કરતી એજન્સીએ પોલીસમાં ફરિયાદ કરી હતી., roke the glass and cameras of the bus in Un BRTS station
Published : Jun 20, 2024, 7:00 PM IST
|Updated : Jun 20, 2024, 7:57 PM IST
જ્યારે તેની સાથે રહેલા અન્ય એક શખ્સે લોખંડની પાઈપથી બીઆરટીએસ સ્ટેન્ડના કાચના દરવાજા તોડી નાખ્યા હતા અને કેમેરાને પણ સળિયો મારી નીચે પાડી દીધો હતો. તે સિવાય બસનો કાચ તોડી નાખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે અફઝલે તેમના સિનિયર અધિકારીઓને વાત કર્યા બાદ આશિફ પિંજારી અને તેની સાથેના અન્ય બે શખ્સો સાથે ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેના આધારે પોલીસે ત્રણેય શખ્સોની શોધખોળ શરૂ કરી છે. જોકે, બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે સિક્યુરિટી સ્ટાફ મુકવામાં આવતો હોય છે છતાં આવો બનાવ બનતાં તેઓની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.