ગુજરાત

gujarat

ETV Bharat / state

મોંઘા પેકેજ છતાં આ દિવાળીએ 2 લાખથી વધુ અમદાવાદી ફરવા જશે, ગુજ્જુઓના ટોપ ડેસ્ટિનેશન કયા છે? - GUJARATI DIWALI TRAVELLING

વિદેશમાં ફરવા જાઓ તો વિયેતનામ, બાલી, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ જેવા દેશનું 1થી 1.5 લાખનું બજેટ હોય છે.

આ વખતે ટૂર પેકેજ મોંઘા થયા
આ વખતે ટૂર પેકેજ મોંઘા થયા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2024, 9:56 AM IST

અમદાવાદ: દિવાળી વેકેશન અને ગુજરાતીઓને ફરવાનો સંબંધ વર્ષોથી છે. દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતીઓ દિવાળીમાં વેકેશન માણવા જુદા જુદા સ્થળોએ જતા હોય છે. જોકે આ વર્ષે દિવાળીના વેકેશનમાં ફરવા જવાનું ગુજરાતીઓ માટે થોડું મોંઘું થયું છે. ફ્લાઈટના વધેલા ભાડાને કારણે ટૂર પેકેજના ભાવમાં 10 ટકા સુધીનો વધારો થયો હોવાનું ટ્રાવેલ સંચાલકોનું કહેવું છે.

જોકે આ વર્ષે ગુજરાતીઓમાં ફરવા માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશનની વાત કરીએ તો વિદેશમાં વિયેતનામ, બાલી, દુબઈ, સિંગાપોર જેવા દેશમાં ફરવા જવાના વધારે બુકિંગ મળી રહ્યા છે. જ્યારે ડોમેસ્ટિકની વાત કરીએ તો કાશ્મીર, કેરળ, કર્ણાટકનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે.

ગુજ્જુઓના ટોપ ડેસ્ટિનેશન (Etv Bharat Gujarat)

આ વખતે કયા ડેસ્ટિનેશનના વધુ બુકિંગ મળ્યા?
આ અંગે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં ટૂર ઓપરેટર એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (TAG) પ્રેસિડેન્ટ મુંજાલ ફિટ્ટર જણાવ્યું હતું કે, ભારતની બહાર દુબઈ, અબુધાવી એટલે UAEમાં વધારે બુકિંગ થયા છે. પછી બાલી, શ્રીલંકા, સિંગાપોરમાં આ નજીકના દેશોમાં વધારે બુકિંગ થયા છે. ડોમેસ્ટિકની વાત કરીએ તો રાજસ્થાન, હિમાચલ, કેરળ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને ગુજરાત લોકલમાં મુખ્ય બુકિંગ થયા છે.

ગુજ્જુઓના ટોપ ડેસ્ટિનેશન (ETV Bharat)

તો ટૂર ઓપરેટર એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી શિલ્પ રિંગવાલાએ જણાવ્યું કે, કોવિડ પછી ટ્રેન્ડ સારો હતો, પરંતુ આ વખતે દર વખતના દિવાળી બુકિંગ કરતા 20થી 30 ટકા ટ્રેન્ડ ઓછો જોવા મળી રહ્યો છે. ડોમેસ્ટિકમાં આપણે ગણતરી કરીએ તો 1 લાખથી 1.50 લાખ પેસેન્જર જતા હોય એની જગ્યાએ 10થી 20 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ઈન્ટરનેશનલમાં અંદાજે 70 હજાર આસપાસ પેસેન્જર જતા હોય છે, તેમાં પણ 10થી 20 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજ્જુઓના ટોપ ડેસ્ટિનેશન (ETV Bharat)

ભારતમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન કયા છે?
તેમણે કહ્યું કે, અમદાવાદમાં વિયેતનામ, બાલી, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ અને દુબઈનો ટ્રેન્ડ વધારે છે. નજીકના ડેસ્ટિનેશનમાં રાજસ્થાનમાં જોધપુર, જેલસમેર, કુંભલગઢ, ઉદેપુર છે. દૂરના ડેસ્ટિનેશનમાં ઉત્તરાખંડમાં નૈનીતાલ, કોરબેટ, ઋષિકેશ, મસૂરી, કાશ્મીરમાં ટૂરિઝમ સારું દેખાઈ રહ્યું છે. આમ તો ટ્રેન્ડ સારો છે પણ દર દિવાળી કરતા 10થી 20 ટકા ઓછો જોવા મળે છે. ટૂર પેકેજના બજેટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, વિદેશમાં ફરવા જાઓ તો વિયેતનામ, બાલી, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ જેવા દેશનું 1થી 1.5 લાખનું બજેટ હોય છે. જ્યારે ડોમેસ્ટિકમાં ફ્લાઈટમાં ઉત્તરાખંડ, કેરળ, કાશ્મીરમાં 70થી 80 હજાર જેટલું બજેટ હોય છે.

સુરતીલાલાઓ ક્યાં વધુ ફરવા જઈ રહ્યા છે?
જ્યારે સુરતમાં એક ખાનગી ટૂર કંપનીના ડેનિસ ચોક્સીએ ETV ભારતને જણાવ્યું હતું કે, આ વખતે સૌથી વધારે ફ્લો કાશ્મીર માટે છે. વિદેશની વાત કરીએ તો વિયેતનામ, પછી થાઈલેન્ડમાં ફુકેત, ક્રેબી, બેંગકોક, પત્તાયાનો ક્રેઝ વધારે છે. પેકેજના રેટમાં આ વર્ષે સામાન્ય વધારો થયો છે. પાછલા વર્ષે કાશ્મીરનું અમારું પેકેજ 23,000 રૂપિયા હતું, જે આ વર્ષે 25,000 રૂપિયાનું છે. આવી જ રીતે થાઈલેન્ડનું 10 દિવસ અને 11 રાતનું પેકેજ 97 હજાર રૂપિયાનું છે, તેમાં પણ 10 હજાર રૂપિયાનો વધારો થયો છે.

રાજકોટમાં વિયેતનામનું બુકિંગ વધારે
તો રાજકોટની અન્ય એક ખાનગી ટૂર કંપનીમાંથી કૌશિકભાઈએ ETV ભારતને જણાવ્યું હતું કે, આ વખતે નવા-નવા ડેસ્ટિનેશન છે, તેમાં વિયેતનામ સારું ચાલે છે, બાકી દુબઈ-સિંગાપોર રનિંગમાં ચાલે જ છે. ભારતમાં સિક્કીમ સૌથી વધારે ચાલે છે. આ બાદ કર્ણાટકમાં કૂર્ગ, બેંગલોર, મૈસૂર, કેરળ પણ સારું ચાલે છે. પેકેજ બુકિંગ અંગે કૌશિકભાઈએ જણાવ્યું કે, ગત વર્ષ કરતાં આ વખતે થોડું ઓછું છે. ફ્લાઈટના રેટ ઘણા વધ્યા છે, જેના કારણે ઘણા લોકોએ ડ્રોપ પણ કર્યું છે. આના કારણે પેકેજના ભાવમાં 8-10 ટકાનો વધારો થયો છે.

વડોદરા વાસીઓમાં દક્ષિણ ભારતનો ક્રેઝ
ત્યારે વડોદરામાં આવેલી ખાનગી ટ્રાવેલ્સ દ્વારા પણ જણાવાયું હતું કે, વડોદરાના લોકો આ વખતે સાઉથ ઈન્ડિયામાં વધારે જાય છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વધારે ફરે છે. વિદેશમાં દુબઈમાં ચાલે છે. બાકી સિંગાપોર, બાલીના બુકિંગ વધારે છે. ટૂર પેકેજના પ્રાઈસ નોર્મલ છે. ખાસ વધારો પણ નથી ઘટાડો પણ નથી.

આ પણ વાંચો:

  1. Ecozoneના વિરોધમાં મેંદરડામાં યોજાયું ખેડૂત સંમેલન: દિવાળીના તહેવારોમાં ઇકોઝોનના પૂતળાનું દહન કરશે
  2. ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું, અમરેલી જિલ્લામાં વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકસાન

ABOUT THE AUTHOR

...view details