અમરેલી:અમરેલી જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે અને સિંહ પરિવાર રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર લટાર મારતા હોય છે. અમરેલી જિલ્લામાંથી રેલવે લાઈન પસાર થાય છે. જે રેલવે લાઈનની આજુબાજુ પસાર થતા અનેકવાર સિંહના મોત થયાની ઘટના બની છે, પરંતુ આજે અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારની અંદર રેલવે ટ્રેકની પાસે જ એક સિંહ મરણ કર્યું હતું. જોકે તે સમયે સિંહ ટ્રેનની અડફેટે આવે નહીં અને તેઓ સલામત રહે તે માટે વન વિભાગનો સ્ટાફ સતત ત્યાં ઊભો રહ્યો હતો. અહીં સુધી કે સિંહ બિલકુલ તેમની સામે હતો છતા ડર કે ખચકાટ વગર તેમણે સિંહને ટ્રેક નજીક આવતા રોક્યો અને આખરે સિંહનો આબાદ બચાવ થયો હતો.
સિંહનો જીવ બચાવવા સામી છાતીએ ઊભા રહ્યા- જુઓ અમરેલીનો વીડિયો - BRAVE STAFF SAVED LION
સિંહનો ટ્રેન સાથે અકસ્માત બચાવવા કરેલી કામગીરીનો વીડિયો વાયરલ...
![સિંહનો જીવ બચાવવા સામી છાતીએ ઊભા રહ્યા- જુઓ અમરેલીનો વીડિયો અમરેલીમાં સિંહનો બચાવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-01-2025/1200-675-23446779-thumbnail-16x9-1.jpg)
Published : Jan 31, 2025, 10:46 PM IST
ધારી ગીર પૂર્વે વન વિભાગના ડી સી એફ રાજદીપસિંહે જણાવ્યું કે, સિંહ પરિવાર વસવાટ કરે છે અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદર રેલવે લાઈન પસાર થયેલી છે આ વિસ્તારની અંદર અવારનવાર સિંહ રેલવે લાઈન ક્રોસ કરતા સમયે ટ્રેન સાથે અકસ્માત સર્જાયા બાદ મોત થયાની ઘટનાઓ પણ બની છે. ત્યારબાદ વન વિભાગ સતત કાર્યશીલ છે અને કાર્ય રૂપ છે સતત સક્રિય છે કે આવી કોઈ ઘટના ન બને.
રાજદીપ સિંહે વધુમાં જણાવ્યું કે, સિંહો માટે ઓજારો બનેલા રેલવે ટ્રેક પર સિંહનો આબાદ બચાવ સાવરકુંડલાના બાઢડા રેલવે ટ્રેક પુલ નંબર 62 થી 62 8 વચ્ચે સિંહના આટા ફેરા હતા. રાત્રે ટ્રેક નજીક જે બન્યું હતું. વન વિભાગના ટ્રેકર અને વન વિભાગના સ્ટાફ તેમજ રેલવેના સ્ટાફ દ્વારા સિંહની સુરક્ષા સતત કરવામાં આવી રહી છે ત્યારે પીપાવાવથી આવતી માલ ગાડી ટ્રેન અડફેટે સિંહ ના આવે તે માટે વન વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. ટ્રેન નજીક સિંહને બચાવવા વનવિભાગનો સ્ટાફ સતત ઊભો રહ્યો હતો અને પુલ ઉપરથી પસાર થતી ટ્રેન અને બાજુમાં જ એક સિંહ મરણ કર્યું હતું. જે વીડિયો વન વિભાગના કર્મચારીએ કેમેરામાં કેદ કર્યો હતો અને વન વિભાગે આ સિંહને ટ્રેનથી બચાવ્યા હતા.