ભાવનગર: શેરબજારમાં IPOની સમૂહલગ્ન જેવી સિઝન ચાલી રહી છે. તાજેતરમાં ખુલેલા ત્રણ IPOએ લોકોને માલામાલ કરી દીધા છે. આગામી દિવસોમાં પણ IPO નવા આવી રહ્યા છે, ત્યારે ડાઉન શેરબજાર વચ્ચે પણ આઇપીઓ લાભ આપી શકે ખરા ? શું કહેવું છે શેર માર્કેટના નિષ્ણાતનું ચાલો જાણીએ
IPO શેર બજારના હૃદય સમાન
IPO બજારનું એ હૃદય સમાન છે. IPO એ નવું બ્લડ બજારમાં આઇપીઓ થકી જ આવે છે. નવા નવા માણસો, નવા નવા એકાઉન્ટ ખુલે છે, એ IPO થકી બધું ખુલે છે, અને એનાથી બજારને નવી ઉત્તેજના મળે છે. નવું મૂડી રોકાણ આવે છે, તો આઇપીઓમાં દરેક રિટેલ કસ્ટમરે સારું એવું ઝંપલાવવું જોઈએ એન્ડ આપ્યો બે ત્રણ રીતના ભરાય છે. નેટ બેન્કિંગ, યુપીઆઇ થકી પણ ભરાય છે અને ફોર્મથી પણ બેંકમાં સબમીટ કરવાથી ભરાય જાય છે.
શું ડાઉન બજારમાં ફાયદો આપે છે IPO, જણાવે છે માર્કેટ એક્સપર્ટ (Etv Bharat Gujarat)
ત્રણ IPOએ કરાવી કમાણી
હાલમાં આજમાં ત્રણ આઈપીઓનું લિસ્ટિંગ થયું જેમાં વિશાલ મેગા માર્ટ, સાંઇ અને મોબિ કવિક બહુ જ ખાસ માણસોને ખૂબ જ સારું એવું રિટર્ન આપ્યું છે. આવતીકાલમાં IGIનુ લિસ્ટિંગ છે. એમાં પણ ખૂબ જ સારો ઉત્સાહ લોકોમાં છે. આવનાર દિવસોમાં 8 નવા 19 તારીખથી IPO શરૂ થાય છે એમાં પણ માણસો એપ્લાય કરવું જોઈએ અને આનંદ રાઠીનો પણ IPO આવી રહ્યો છે.
IOPથી બજારને નવી ઉત્તેજના મળે છે. નવું મૂડી રોકાણ આવે છે (Etv Bharat Gujarat)
આ ત્રણ IPOમાં કેટલા ટકા મળ્યો લાભ
18 તારીખના ખુલેલા IPO વિશાલ મેગા માર્ટ 33 ટકા ઉપર ખુલ્યો હતો. જ્યારે સાઈ લાઈફ સાયન્સ 18 ટકા ઉપર ખુલ્યો હતો. આમ ત્રીજો વન મોબીવિક 58 ટકા ઉપર ખુલતા લોકોએ કમાણી કરી હતી. આમ IPO જેને લાગ્યા તેને પૈસા મેળવ્યા છે.
નેટ બેન્કિંગ, યુપીઆઇ થકી પણ ભરાય છે IPO (Etv Bharat Gujarat)
ડાઉન બજારમાં પણ IPO આપે લાભ
IPOમાં અને બજારને લગભગ બહુ વિસંગત છે. એવું નથી કે IPO હોય અને બજાર ડાઉન હોઈ કે, IPO માઇનસમાં ખુલી જાય એવું જરૂરી નથી હોતું. IPOના સારા રિઝલ્ટ અને સારી ભૂમિકાથી ખુલતા હોય છે. ક્યારેક થઈ જતા માઈનસ પણ પાછળથી એ બજારમાં ટુક સમયમાં રિટર્ન આપી દેતા હોય છે.