ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રની શરુઆત (Etv Bharat Gujarat) ગાંધીનગર:ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટથી શરૂ થયું છે. આ વિધાનસભા સત્રમાં મહત્વના પાંચ બિલો મૂકવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરાશે.
આ બિલ પણ રજૂ થશે:આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે. મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે, જે કૃષિ અને નોન-એગ્રીકલ્ચરલ લેન્ડ કન્વર્ઝનના મામલાઓમાં સ્પષ્ટતા લાવશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાયસંહિતા વિધેયક ગત વર્ષે પસાર કરાવ્યું હતું. તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે આ વિધેયકને વિધાનસભામાં રજૂ કરશે. ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ગ્રુહમાં રજુ કરવામાં આવશે.
રાજકોટ અગ્નીકાંડની પણ વાત:આ વિધાનસભા સત્ર દરમિયાન ખાસ મહત્વની એ પણ બાબત છે કે રાજકોટના અગ્નીકાંડને લઈને પણ અહીં મહત્વના નિર્ણય લેવાશે. કારણ કે આ અને અન્ય કેટલીક ઘટનાઓમાં પણ અધિકારીઓ તથા સરકારી બાબુઓ દ્વારા કરવામાં આવેલી લાલિયાવાડી અને ખિસ્સા ભરું નિતિને કારણે લોકોના જીવ ગયા છે. લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. જેને લઈને હવે આગામી સત્ર દરમિયાન કયા ખાસ મહત્વના પગલા લેવાશે તે જોવું રહ્યું.
સત્ર આખરે બોલાવાયું અને થશે ચર્ચાઓ:ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સત્ર બોલાવવા માટે કોંગ્રેસ માગ કરી રહ્યું હતું. નિયમો અનુસાર પણ આ વખતે તો ગયા સત્રને પૂર્ણ થયે છ મહિના થવા આવ્યા હતા અને છ મહિના વિતવા છતા પણ બીજુ સત્ર બોલાવાયું ન્હોતું જેને લઈને કોંગ્રેસ દ્વારા સત્ર બોલાવવાની માગ કરવામાં આવી હતી. દરમિયાનમાં ચોમાસુ સત્ર બોલાવવાની જાહેરાત પણ કરી દેવાઈ હતી. હવે જોવું રહ્યું કે આ સત્ર દરમિયાન નવા બિલો ઉપરાંત લોકોના પ્રશ્નો અંગે કેટલું નિરાકરણ લાવવામાં આવે છે. અથવા નિરાકરણ આવે છે કે પછી જેસે થે વેસે જેવી સ્થિતિ જોવા મળશે. આ તમામ પ્રશ્નોના જવાબ આવનારા દિવસોમાં લોકોને જાણવા મળશે. કારણ કે આ વખતે પ્રશ્નોત્તરીકાળને પણ સત્રમાંથી ડિલિટ કરી દેવાયો છે, જેને લઈને કોંગ્રેસ આકરી થઈ છે. કારણ કે આ કાળ દરમિયાન જ લોકોના પ્રશ્નોની ચર્ચાઓ થતી હોય છે.
આ પણ વાંચો:
- થરાદની શિક્ષીકા દોઢ વર્ષથી વિદેશમાં: ચાર શિક્ષકો ક્યાં છે? ખુદ શિક્ષણ વિભાગ પણ અજાણ કે શું? - Teacher school bunk
- ભુજ નગરપાલિકાની 41 જગ્યા પર ભરતી કરવાનો ઠરાવઃ સામાન્ય સભામાં ખર્ચા વધ્યા આવક ઘટ્યાનું આવ્યું સામે - Bhuj Municipality recruitment