તાપી: જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન શક્રિય થવાને લઈને ડેમમાં છેલ્લા એક સપ્તાહથી સતત પાણીની આવક આવતા ડેમની સપાટીમાં એક સપ્તાહમાં એક ફૂટનો વધારો નોંધાયો છે. ડેમમાં હજુ સુધી ચાલુ સીઝનમાં 71 mcm થી વધુ પાણી આવ્યું છે, તેમ છતાં ડેમ ગત વર્ષની સરખામણીએ આજની સપાટી ત્રણ ફૂટ ઓછી છે.
ઉકાઇ ડેમની જળસપાટી એક સપ્તાહમાં એક ફૂટ વધી છતાં, ગત વર્ષ કરતાં ત્રણ ફૂટ જળસપાટી ઓછી - Ukai dam increased by one foot
દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાં ઉકાઈ ડેમના ઉપરવાસ માંથી ધીમી ધારે પાણીની આવક આવી રહી છે, જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે, તેમ છતાં ડેમની સપાટી ગત વર્ષ કરતા હજુય ત્રણ ફૂટ ઓછી તંત્રના ચોપડે નોંધાઇ છે.
Published : Jul 4, 2024, 7:06 PM IST
|Updated : Jul 4, 2024, 7:42 PM IST
હાલની ઉકાઈ ડેમની વાત કરવામાં આવે ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વરસેલા વરસાદ ને કારણે ઉકાઈ ડેમ માં છેલ્લા એક સપ્તાહ થી પાણી ની આવક થય રહી છે હાલમાં ઉપરવાસ માંથી પાણી ની આવક 600 ક્યુસેક પાણી ની આવક થઈ છે ત્યારે પાંચ જિલ્લાઓને સિંચાઇ અને ઉદ્યોગો માટે પૂરતું પાણી મળી રહેશે.
ઉકાઇ ડેમના કાર્યપાલક ઇજનેર ચૌધરી એ જણાવ્યું હતું કે, આજદિન સુધીમાં ઉપરવાસમાં વરસાદ ને કારણે નવા નીરમાં 71 mcm જેટલો વધારે થયો છે. ગત વર્ષે 4 જુલાઈ ના રોજ ઉકાઈ દડેમનું લેવલ 309.06 હતું જે આજના પાણીના લેવાથી 3 ફૂટ વધુ હતું પરંતુ જે રીતે ગયા વર્ષે ખેડૂતો માટે પીવાના માટે, ખેતી કે ઇન્દ્રસ્તિયલ માટે જે ડિમાન્ડ હતી તે પ્રમાણે પાણીનો વપરાશ વધુ થયો છે પણ જે રીતે ઉપરવાસમાં વરસાદનું વાતાવરણ છે. જે રીતે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર માં વધારે વરસાદ થાય છે તે મુજબ આ વર્ષે પણ 345 ફૂટ સુધી ડેમ પુરે પુરો ભરસે તેવી શક્યતા રહેલી છે.