ગુજરાત

gujarat

ETV Bharat / state

સૈયદપુરાના કોમી તોફાનોને પગલે રાજ્યના પોલીસ વડાએ સુરતની મુલાકાત લીધી - DGP VIKAS SAHAY VISIT - DGP VIKAS SAHAY VISIT

સુરત જિલ્લાના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં પથ્થરમારો થયો હતો. જેનાથી વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઇ હતી. ત્યારે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે સુરતની ટૂંકી મુલાકાત કરી હતી. DGP VIKAS SAHAY VISIT

સૈયદપુરાના કોમી તોફાનોને પગલે રાજ્યના પોલીસ વડાએ સુરતની ટૂંકી મુલાકાત લીધી
સૈયદપુરાના કોમી તોફાનોને પગલે રાજ્યના પોલીસ વડાએ સુરતની ટૂંકી મુલાકાત લીધી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2024, 8:02 PM IST

સૈયદપુરાના કોમી તોફાનોને પગલે રાજ્યના પોલીસ વડાએ સુરતની ટૂંકી મુલાકાત લીધી (Etv Bharat Gujarat)

સુરત: જિલ્લાના કોમી તોફાનોને પગલે રાજ્યના પોલીસ વડાએ સુરતની મુલાકાત લીધી હતી. DGP વિકાસ સહાયે સુરત એરપોર્ટ પર 30 મિનિટ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને કમિશ્નક પાસે તોફાનો સંબંધિત વિગતો મેળવીને તોફાનોમાં જવાબદાર આરોપીઓને છોડવામાં નહી આવે તેની તાકીદ કરી હતી.

સૈયદપુરાના કોમી તોફાનોને પગલે રાજ્યના પોલીસ વડાએ સુરતની ટૂંકી મુલાકાત લીધી (Etv Bharat Gujarat)

DGP વિકાસ સહાયે સુરતની મુલાકાત લીધી

સુરતના સૈયદપુરા ખાતે ગણેશોત્સવમાં કોમી તોફાનોની ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે. જેનાથી સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સુરતની મુલાકાત કરી હતી. દિલ્હીથી ફ્લાઇટમાં DGP સહાય સુરત આવી પહોચ્યા હતાં.

પોલીસ કમિશ્નર સહિત અધિકારીઓ સાથે મીટિંગ કરી

DGPએ એરપોર્ટ પર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને ભવિષ્યમાં આવા કોમી તોફાનો સંબંધિત વિગતો મેળવવા સાથે આરોપી કોઇ પણ ભોગે છોડવામાં નહી આવે તેવા સૂચનો આપ્યા હતા. સાથોસાથ આગામી ઇદે- મિલાદ અને ગણેશ વિસર્જન તહેવારોને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવા બાબતે પણ અધિકારીઓની જરુરી સૂચનો કરી DGP અમદાવાદ રવાના થયા હતા.

આ પણ જાણો:

  1. શું ચાઈનીઝ લસણ ખાવાથી કેન્સર થાય છે ? જાણો રસાયણશાસ્ત્રના અધ્યાપક વિભાકર જાનીએ શું કહ્યું.... - Side effects of Chinese garlic
  2. ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ, ગળતેશ્વર જતો બ્રિજ પાણીમાં ગરકાવ - Galateshwar bridge submerged

ABOUT THE AUTHOR

...view details