પરશોત્તમભાઈ સોલંકી હંમેશા ભાજપ માટે સ્ટાર પ્રચારક રહ્યા (etv bharat gujarat desk) ભાવનગર: ગુજરાતમાં કોઈપણ ચૂંટણી હોય ત્યારે પ્રચારમાં પરશોત્તમભાઈ સોલંકીની હાજરી કોળી સમાજના મતદારોને એક જોશ અને જુસ્સો ભરી દેતી હોય છે. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં પરશોત્તમભાઈ સોલંકીની ગેરહાજરી ક્યાંક ઉડીને આંખે વળગી રહી છે. જો કે કારણો અનેક ચર્ચામાં રહ્યા છે. પરંતુ તેમની ગેરહાજરીની અસર શું થઈ શકે તે માટે ETV BHARATએ રાજકીય વિશ્લેષક સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો શું કહ્યું.
સૌરાષ્ટ્રની પાંચ સાત બેઠકોને પરશોત્તમભાઈ સોલંકી અસર કરી શકે છે (etv bharat gujarat desk) પરશોત્તમ સોલંકીના પ્રચારમાં ગેરહાજર: અરવિંદ સ્વામીએ જણાવ્યું હતું કે, આ વખતની લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં પરશોતમ ભાઈની ભૌતિક હાજરી ઓછી દેખાય છે, એવું કહેવાય છે કે, એમને દીકરા દિવ્યેશ સોલંકી પ્રચારમાં ક્યાંકને ક્યાંક દેખાય છે. પરશોત્તમભાઈને પ્રચારમાં નહિ લઈ જવાનું મોટું કારણ એવું પણ હોઈ શકે મોટાભાગે એમની તબિયત બહુ ખરાબ હોય છે. ખરાબ તબિયતને લીધે તેઓ લગભગ બહાર નીકળતા નથી. પરંતુ લોકોમાં બીજુ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, એવા પણ કારણો હોય શકે એને કંઈક પાર્ટી પ્રત્યેની અથવા સંગઠન પ્રત્યેની નારાજગી પણ કદાચ હોઈ શકે. પરશોત્તમભાઈ તેમની ખરાબ તબિયતના કારણે અથવા અન્ય કોઈ કારણસર દર વખતે ચૂંટણીમાં જેટલા સક્રિય દેખાવા જોઈએ એટલે સક્રિય દેખાતા નથી.
ચૂંટણી પ્રચારમાં પરશોત્તમભાઈ સોલંકીની ગેરહાજરી (etv bharat gujarat desk) ઘરમાં બેસીને જીત હાર નક્કી કરે શકે છે: અરવિંદ સ્વામીએ જણાવ્યું હતું કે, પરશોત્તમભાઈનું ભાવનગર બેઠક ઉપર વર્ચસ્વ છે. પરંતુ તેઓ સૌરાષ્ટ્રની પાંચ સાત બેઠકોને એ અસર કરી શકે છે. એ મેદાનમાં ઉતરે કે ન ઉતરે એમ જમીન આસમાનનો ફરક હોય છે. એ ધારે તો ઘરની ચાર દીવાલ વચ્ચે બેસીને કોઈને પણ હરાવી શકે છે અને ઘરની ચાર દીવાલ વચ્ચે કોઈને પણ જીતાડી પણ શકે છે. એ એક જ માણસ એવા છે કે, જેને પક્ષ કરતાં એના પોતાના સમાજને અત્યાર સુધી સૌથી વધુ મહત્વ આપ્યું છે. મનથી પરશોત્તમભાઇ કઈ તરફ છે એ કહેવું બહુ મુશ્કેલ છે.પરંતુ તેમની ચોક્કસ ગેરહાજરી છે. એની ઘણી બધી અસર આગામી લોકસભાની ચૂંટણીમાં ઘણી બધી બેઠકો ઉપર પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
એક સમયે પરશોત્તમભાઈ હેલિકોપ્ટર ફાળવાતું હતું:પરશોત્તમભાઈ સોલંકી હંમેશા ભાજપ માટે સ્ટાર પ્રચારક રહ્યા છે, ત્યારે વિધાનસભાની બેઠકો ઉપર સૌથી વધુ કોળી સમાજના મતદાર હોવાને પગલે પરશોત્તમ પોતાના સમાજને લઈને હંમેશા પ્રચારમાં ઉતરતા રહ્યા છે. ભૂતકાળમાં તેમને હેલિકોપ્ટર પણ ફાળવવામાં આવેલુ છે. જો કે સૌરાષ્ટ્રની આશરે 32 થી 33 જેટલી વિધાનસભા બેઠક ઉપર તેમને હેલિકોપ્ટર મારફત પ્રચારો કરેલા છે. પરંતુ હાલની લોકસભાની ચૂંટણીમાં તેમની ગેરહાજરી આંખે ઉડીને વળગી રહી છે. જો કે કારણો કોઈ સ્પષ્ટ સામે નથી આવતા પરંતુ તેની ચર્ચાઓ કોળી સમાજમાં જોરશોરથી થઈ રહી છે.
- જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની કરાઇ હાકલ - Parshottam Rupala Controversy
- કોંગ્રેસ જાતિવાદ અને તુષ્ટિકરણ એમ બે રણનીતિ પર ચૂંટણી લડી રહી છે: જામનગરમાં PM મોદીનું સંબોધન - PM Narendra Modi public meeting