ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં જૈન મૂનિ સૂર્યસાગર સ્વામી ક્રોધિત થયા: કહ્યું... "ધારાસભ્યોને માત્ર સત્તા જોઈએ છે" - flood situation in Vadodara - FLOOD SITUATION IN VADODARA

વડોદરામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઈને જૈન મુનિ સૂર્યસાગર સ્વામી ક્રોધિત થયા હતા. તેઓ સ્થાનિક નેતાઓ ઉપર કોપાયમાન થયા છે. જાણો સમગ્ર વિગતો...,Jain Muni Surya Sagar Swami was enraged

વડોદરામાં જૈન મૂનિ સૂર્યસાગર સ્વામી ક્રોધિત થયા
વડોદરામાં જૈન મૂનિ સૂર્યસાગર સ્વામી ક્રોધિત થયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 8:12 PM IST

વડોદરામાં જૈન મૂનિ સૂર્યસાગર સ્વામી ક્રોધિત થયા (Etv Bharat Gujarat)

વડોદરા: વડોદરામાં પૂરની સ્થિતિને લઈને જૈન મુનિ સૂર્યસાગર સ્વામી ક્રોધિત થયા હતા. તેઓ સ્થાનિક નેતાઓ ઉપર કોપાયમાન થયા છે. જૈન મુનિ સૂર્યસાગર સ્વામીએ જણાવ્યું છે કે વડોદરા શહેરમાં 10થી 12 ઈંચમાં ક્યારેય પૂરની સ્થિતિ ઉદ્ભવી નથી. આ વર્ષે વડોદરા શહેરનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ભયંકર પૂરની સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ પૂરની સ્થિતિને લઈને જવાબદાર કોણ ? સ્થાનિક નેતાઓ માત્રને માત્ર વિકાસની ગાથા ગાતા હોય છે. પરંતુ રીયલી સ્થિતિ તો કઈ અલગ જ હોય છે જેનો વડોદરા શહેરને અનુભવ થઈ ગયો.

સ્થાનિક નેતાઓ માત્ર સત્તા તરફી વલણ: ધારાસભ્યોને માત્ર સત્તા જોઈએ છે. મનીષા વકીલ અને ભરત ડાંગરને માત્ર સત્તા જોઈએ છે. બાળકૃષ્ણ શુક્લને પણ માત્ર સત્તા જોઈએ છે. આ નેતાઓને જીવડા પડશે. કોઈ બોલે તો હેરાન કરાય છે. સાપ અને વીંછી કરડતા લોકો મરી ગયા છે. બે લોકો કરંટ લાગવાથી મરી ગયા છે. ખબર નહીં શીર્ષ નેતૃત્વને આમણે શું લોલીપોપ આપી છે. મને હેરાન કરી બતાવો તો હું તેમને બતાવું. જેમાં હવે જૈન મુનિ સૂર્યસાગર સ્વામીનો વડોદરાના નેતાઓ પર પ્રકોપ સામે આવ્યો છે. વડોદરાના ધારાસભ્યોને કડવા વેણ કહ્યા છે. જેમાં 10 થી 12 ઇંચ વરસાદમાં ક્યારેય પુર ન આવ્યું અને આ વર્ષે પુર આવી ગયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એના માટે જવાબદાર છે.

લોકોની વેદના જોઇ ક્રોધિત થયા:ધારાસભ્ય મનીષા વકીલ અને બાળકૃષ્ણ શુક્લ તેમજ ભરત ડાંગરને ફક્ત સત્તા જોઈએ. કોઈ બોલે તો તેને હેરાન કરવામાં આવે છે. હાલોલમાં ચાતુર્માસમાં મુનિ સૂર્ય સાગર મહારાજ બિરાજમાન છે. તેમાં જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો વધુ એક વીડીયો સામે આવ્યો છે. વડોદરામાં 30 થી 35 તળાવ હતા. તેમાં બધા તળાવને આ લોકો ખાઈ ગયા અને બિલ્ડરોને આપી દીધા છે.

વડોદરાનો પ્રમુખ વિજય શાહ છે. ખબર નહીં તેણે ભાજપ માટે કે હિન્દુત્વ માટે શું કર્યું છે. 2029માં ભાજપનું પતન આ લોકો જ કરાવશે. જેમાં કોંગ્રેસ મુક્ત કરવામાં ભાજપને કોંગ્રેસ યુક્ત કરી નાખ્યુ છે. મરવા દો આવા લોકો ને. આ પ્રકાર કડવા વેણથી લોકોની વેદના સાથે મુનિ સૂર્ય સાગર મહારાજ ક્રોધિત થયા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ કરે છે કોણ ? બસ જે વિરોધ કરે છે તેને હેરાન કરવામાં આવે છે. કેવી સાઇકોલોજી ધરાવતા 'ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાગી જાઓ' તમારી સત્તા ટૂંક સમય માટે જ છે. આવું જૈન મુનિ સૂર્યસાગર સ્વામીએ કહ્યું છે.

આ પણ વાંચો

  1. વડોદરાના માંજલપુરના રહીશોએ મનપાની ઓફિસે કર્યો રોષ વ્યક્ત, મનપા કમિશ્નરની ગાડીનો ઘેરાવ કરાયો - Public anger against the system
  2. મગરની પીઠ જેવા બન્યા જુનાગઢ શહેરના આંતરિક માર્ગોઃ વાહન ચાલકો સાથે શહેરીજનોને પડે છે અનેક મુશ્કેલી - Junagadh Road news

ABOUT THE AUTHOR

...view details