રવિવારે જૂનાગઢમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો (ETV Bharat Gujarat) જૂનાગઢ: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. ત્યારે આવનારા 24 કલાક દરમિયાન જૂનાગઢ સોમનાથ સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેની વચ્ચે પાછલા 48 કલાકથી સમગ્ર સોરઠ પંથક વરસાદ વગર કોરો જોવા મળે છે.
નોંધપાત્ર વરસાદનું પ્રમાણ (ETV Bharat Gujarat) રવિવારે જુનાગઢ જિલ્લાના મેંદરડા વિસાવદર અને જુનાગઢ શહેરમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ત્યારબાદથી વરસાદે વિરામ લીધો છે. અને ફરી એક વખત અસહ્ય બફારાનું વાતાવરણ ઊભું થયું છે. રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. અને બે કલાક દરમિયાન એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લેતા ફરી એક વખત અસહ્ય બફારાનું પ્રમાણ પણ જોવા મળે છે.
સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ (ETV Bharat Gujarat) વિસાવદર મેંદરડામાં નોંધપાત્ર વરસાદઃપાછલા 48 કલાકની વાત કરીએ તો વિસાવદર તાલુકામાં 124 mm, મેંદરડામાં 91 mm, જુનાગઢમાં 60 mm, માળિયા હાટીના માં 40 mm, કોડીનારમાં 17 mm, સુત્રાપાડા મા 06 mm, વેરાવળ પાટણ માં 16 mm, તાલાળામાં 64 mm અને કેશોદમાં 10 mm ની સાથે માંગરોળમાં 11 mm,ઉનામાં 03 mm અને ગીર ગઢડામાં માત્ર 01 mm વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ (ETV Bharat Gujarat) ઉપરાંત, આજે ફરી એક વખત હવામાન વિભાગે સમગ્ર સોરઠ પંથકમાં નોંધપાત્ર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તેની વચ્ચે આજે સોરઠ પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ વરસાદ પડે તે પ્રકારનું વાતાવરણ હજુ સુધી સર્જાયું નથી જેને કારણે ગરમી અને બફારાના પ્રમાણમાં પણ ખૂબ વધારો થયો છે.
- રાજકોટ મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલતા મેઘરાજા, એક ઈંચ વરસાદ મવડી વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ - Rain in Rajkot
- છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા : અશ્વિન, સુકેત અને ધામની નદી બે કાંઠે વહેતી થઈ - Gujarat weather update