નવસારી: ઝંઝવતી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા ત્રીજા તબક્કાના મતદાનને લઇ ચૂંટણી પંચ દ્વારા તડામારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર તંત્ર દ્વારા મોટાભાગની ચૂંટણી લક્ષી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. નવસારી જીલ્લામાં વિધાનસભા ખાતે તૈયાર કરાયેલા ડીસ્પેચીંગ અને રીસીવીંગ સેન્ટર ઉપરથી કર્મચારીઓ કુલ ૨૨૩૨ ઈવીએમ અને ૧૧૧૬ વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રી સાથે પોતાના મતદાન મથક પર જવા રવાના થયા છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે નવસારી જિલ્લાની ચૂંટણી સંબંધિત તૈયારીઓ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.
આવતી કાલે મતદાન કાર્યવાહીને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર તૈયાર - Loksabha election 2024 - LOKSABHA ELECTION 2024
ઝંઝવતી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા ત્રીજા તબક્કાના મતદાનને લઇ ચૂંટણી પંચ દ્વારા તડામારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર તંત્ર દ્વારા મોટાભાગની ચૂંટણી લક્ષી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.
Published : May 7, 2024, 4:37 PM IST
નવસારી બેઠક:નવસારી લોકસભા બેઠક પર આવતી કાલના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ આ પ્રસંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે નવસારી બેઠકમાં સુરત જિલ્લાની ચાર વિધાનસભા સાથે નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા સાથે કુલ સાત વિધાનસભાઓમાં રીસીવિંગ તેમજ ડિસ્પેચિંગ સ્ટાફની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ સ્ટ્રોંગ રૂમ થી મતદાન મથક સુધી ફાળવેલી બસ દ્વારા EVM પહોચાડવામાં આવ્યા છે. નવસારી લોકસભા બેઠક પર કુલ ૨૨,૨૩,૫૫૦ જેટલા મતદારો છે. અને મતદાન મથકોની કુલ સંખ્યા ૨૦૭૪ છે. જેમાં નવસારી જિલ્લામાં કુલ- ૫,૩૯,૯૨૫ પુરુષ મતદારો અને ૫,૪૫,૪૪૬ સ્ત્રી મતદારો સાથે કુલ- ૧૦,૮૫,૪૦૬ મતદારો છે. નવસારી જિલ્લાના ૧૧૧૬ બુથ પર મતદાન પ્રક્રિયા માટે ૧૪૨ ટ્રાન્સપોર્ટ રૂટ નકકી કરવામાં આવ્યા છે. જે માટે ૩૪૪ વાહનોની ફાળવણી કરાઈ હતી. આ સાથે ૧૩૭ સેક્ટર ઓફિસરોની પણ નિમણૂક કરાઈ છે. જિલ્લા ચૂંટણી તંત્રના ૫,૩૫૬ અધિકારી-કમર્ચારીઓનો કાફલો ફરજ પર રવાના થયો છે. જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારમાં 7-7 સખી પોલિંગ સ્ટેશન હશે જેમાં તમામ બહેનો ફરજ બજાવશે અને 1-1 મથક તમામ તાલુકામાં PWD વોટર્સ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. મતદાન દરમ્યાન 80 વર્ષથી ઉપરના અને PWD મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરેલ છે. આગામી 4 જૂન તરીખે ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ભૂતસાડ ખાતે સમગ્ર જિલ્લાની મતગણતરી થશે. નવસારી જિલ્લામાં શાંતિમય રીતે મતદાન થાય તેના માટે જિલ્લા પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે. નવસારી કલેકટર ક્ષિપ્રા આગ્રે મિડિયા કર્મીઓના માધ્યમથી નાગરિકોને સવારે ૦૭ વાગ્યાથી લઇ સાંજે ૦૬ વાગ્યા સુધીમાં અચુક મતદાન કરવા અપીલ કરી છે.
સંવેદનશીલ મતદાન મથકો:નવસારી જિલ્લામાં ૬૩ સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે ૫૫૯ મતદાન મથકો પર વેબકાસ્ટીંગ કરાશે, ઇકોફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, સ્ટ્રોંગરૂમ, પોલીંગસ્ટાફ, પોલીસ બંદોબસ્ત, કાયદો અને વ્યવસ્થા જેવી ખાસ બાબતો અંગે સૌને અવગત કર્યા હતા. આ પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, નાયબ કલેકટર ઓમકાર શીંદે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયંકાબેન પટેલ સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.