દાહોદ: ગત 19 સપ્ટેમ્બરના રોજ સિંગવડ તાલુકાના તોયણી ગામે એક બાળકીનો મૃતદેહ તોયણી ગામની શાળાના પરિસરમાંથી મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ મૃતક બાળકી તોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે ગઇ હતી અને સાંજ સુધી ઘરે પરત પરત આવી નહોતી.
ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી: જેથી બાળકીના માતા-પિતા તેમજ સગા સબંધીઓ દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. જેથી બાળકીને સારવાર માટે સિંગવડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી પણ વધુ સારવાર માટે બાળકીને લીમખેડા સરકારી હોસ્પિટલે મોકલવામાં આવી હતી. જ્યાં પહોંચતા ફરજ પરના ડોક્ટરે બાળકી મૃત્યુ પામી હોવાનું જણાવ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનો શ્વાસ રુંધવાથી મોત: આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ માટે ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં ચોંકાવનારી વિગત જાણવા મળી હતી. બાળકીને કોઇ શખ્સ દ્વારા શ્વાસ રુંધી દેવાથી તેનું મોત થયું હતું. જે બાબતે પોલીસે રણધીકપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
દાહોદના તોયણી ગામની પ્રાથમિક શાળામાં 6 વર્ષિય બાળકીના મોતનો થયો મોટો ખુલાસો (Etv Bharat Gujarat) તપાસ અર્થે 10 ટીમોનું ગઠન:DSP રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલીક લીમખેડા સરકારી દવાખાને તેમજ ગુન્હાવાળી જગ્યાની સ્થળ વિઝીટ કરી હતી. તપાસ અર્થે 10 ટીમોનું ગઠન કર્યું હતું. બાદમાં ગુન્હાની ગંભીરતા જોઇને પુરુષ તેમજ મહીલા પોલીસ કર્મીઓની જુદી-જુદી 10 ટીમો બનાવાઇ હતી. દરેક ટીમોમાં પોલીસ સ્ટેશનનાં ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસર (CWO) ને સાથે રાખીને ગુન્હાના મૂળ સુધી પહોંચી ગુન્હો શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન આપીને આ બનાવની તપાસ કરવા અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના સ્થળે ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમ, ફોરેન્સિક ફિંગરપ્રિન્ટના નિષ્ણાંતોની ટીમ, સાથે ડોગ સ્કવોર્ડની ટીમને સ્થળ પર બોલાવીને ઝીણવટભર્યુ નિરિક્ષણ કરીને તજવીજ હાથ ધરી હતી.
મૃતક બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડી: પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બનાવ સ્થળ શાળામાં તેમજ બાળકીનાં ગામમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ સમક્ષ એવી હકીકત ધ્યાને આવી હતી કે મૃતક બાળકીને છેલ્લે તેની માતાએ શાળાનાં પ્રિન્સીપાલની સાથે ગાડીમાં મોકલી હતી.
બાળકી વર્ગ ખંડમાં આવી જ નહોતી: પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા પોલીસની અન્ય ટીમો દ્વારા બાળકીના વર્ગમાં સાથે ભણતા બાળકોની સાથે કૂનેહપૂર્વક મિત્રતા કેળવી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવ્યું છે કે મરણ પામનારી બાળકી શાળામાં આવી નથી. જે બાબતેની ખાત્રી તેના વર્ગશિક્ષક દ્વારા પણ કરવામાં આવી હતી. તેમજ શાળાના અલગ અલગ ધોરણોમાં ભણતાં 30 જેટલા બાળકોની કૂનેહપૂર્વક પૂછપરછ કરતા એવી હકીકત જાણવા મળી હતી કે, શાળા છૂટ્યા પછી મૃત બાળકી મળી આવી હતી. તેમજ બાળકીની સ્કૂલ બેગ તેમજ ચપ્પલ વર્ગ ખંડની બહાર નહોતા.
વિદ્યાર્થીએ મૃતક બાળકીને ગાડીમાં સુતેલી જોઇ: આ દિશામાં વધુ તપાસ કરવા માટે શિક્ષકો તેમજ શાળાની આસપાસ રહેતા વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા 1 વિદ્યાર્થી દ્વારા મૃતક બાળકીને શાળા છૂટ્યા બાદ પ્રિન્સીપાલની ગાડીમાં સૂતેલી જોઇ હોવાની હકીકત જાણવા મળી હતી
આરોપી આચાર્ય ગોવિંદ નટે પોલીસને ગુમરાહ કર્યા:આરોપી આચાર્ય ગોવિંદ નટે પોલીસને ગુમરાહ કર્યા હતા. તેણે જણાવ્યા અનુસાર, બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે મારી ગાડીમાંથી ઉતરી કંઇ બાજુ ગઇ તેની મને ખબર નથી. ત્યારબાદ હું મારી રોજીંદી કામગીરીમાં લાગી ગયો હતો અને શાળા છૂટ્યા બાદ મારા ઘરે જતો રહ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ બાળકીના વર્ગ શિક્ષક દ્વારા બાળકી ગુમ થયેલાની મને જાણકારી મને કરી હતી.
પોલીસે આરોપી પાસેથી માહિતી મેળવી: પોલીસને આરોપી આચાર્ય ગોવિંદ નટની વાત ગળે ઉતરી નહોતી. જેથી આચાર્ય ગોવિંદ નટના મોબાઇલ ફોનનું ટેકનિકલ એનાલિસીસ કરતા બાળકીને જે સ્થળેથી બેસાડી હતી. ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજીંદા સમય કરતા બનાવના દિવસે વધારે સમય લાગ્યો હતો. તેમજ કોલ રેકોર્ડ આધારે પ્રિન્સીપાલને ઉંડાણપૂર્વક અને યુક્તિપ્રયુકિતથી તથા પોલીસે પોતાના ત્રીજા નેત્રનો ઉપયોગ કરતા પૂછપરછ કરતા આરોપી આચાર્ય ગોવિંદ ભાંગી પડ્યો હતો.
આરોપી પર બાળકીના હત્યાનો આરોપ:પોલીસને આરોપીએ જણાવ્યું હતું કે, બાળકીને ગાડીમાં બેસાડયા પછી તેની સાથે છેડછાડ તેમજ અડપલા કર્યા હતા. જેથી બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. જેથી મોઢુ દબાવી દેતા બાળકી બેભાન થઇ ગઇ હતી. જેને ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઇ ગયો હતો. બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી. શાળા છૂટ્યા પછી પરત જતી વખતે આરોપી પ્રિન્સીપાલ પોતાની જાતે જ બાળકીને શાળાનાં ઓરડા અને કમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મૂકી આવ્યો હતો અને તેની સ્કૂલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા. માતા-પિતા પછી બીજો જે દરજ્જો મળતો હોય તો શિક્ષકને હોય છે. દાહોદ જિલ્લામાં આ ઘટનાથી શિક્ષક આલમમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો:
- ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજીના શંકરસિંહ સામે આકરા પાણીએ, કર્યા સણસણતા પ્રહાર... - Statement of Jayavirajsinghji
- નવરાત્રી પહેલાં રાજકોટમાં મનપા ફૂડ વિભાગની તવાઈ, 42 દુકાનોમાં ચેકિંગ, 65 કિલો અખાદ્ય જથ્થાનો નાશ - Investigation of food department