ETV Bharat / state

જામનગરમાં MLA રિવાબાના હસ્તે નવરાત્રિ એક્ઝિબેશનનું ઉદ્ધાટન, કલા અને કુશળતાનું પ્રદર્શન - Navratri exhibition

જામનગરમાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પૂરું પડતું હોઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજપૂત સમાજની વાડી ખાતે માતૃ શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. Navratri exhibition

જામનગરમાં MLA રિવાબાના હસ્તે નવરાત્રિ એક્ઝિબેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું
જામનગરમાં MLA રિવાબાના હસ્તે નવરાત્રિ એક્ઝિબેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2024, 9:58 PM IST

જામનગર: હાલમાં જ ગણેશોત્સવ પૂરો થયો છે અને હવે નવલી નવરાત્રીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. ત્યારે નવરાત્રિને હવે થોડા જ દિવસો બાકી રહેતા ખેલૈયાઓએ નવરાત્રીની તૈયારીઓ શરુ કરી દીધી છે. તેમાં પણ ખાસ વાત કરવામાં આવે તો મહિલાઓએ ખાસ નવરાત્રિને લઇ ચણીયાચોળી, શણગારની વસ્તુઓને લઇ બજારમાં ખરીદી શરુ કરી દીધી છે.

મહિલાઓએ કલા અને કુશળતાનું પ્રદર્શન કર્યું: જામનગરમાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પૂરું પડતું હોઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજપૂત સમાજની વાડી ખાતે માતૃ શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. જેમાં મહિલાઓએ પોતાની કલા અને કુશળતાનું પ્રદર્શન કર્યું છે. આ એક્ઝિબિશનમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ વિશેષ ઉપસ્થિતિ આપી મહિલાઓના ઉદ્યમને બિરદાવ્યો હતો.

જામનગરમાં MLA રિવાબાના હસ્તે નવરાત્રિ એક્ઝિબેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું (Etv Bharat gujarat)

એક્ઝિબિશનમાં સ્ટોલ ફાળવવામાં આવ્યા: એક્ઝિબિશનમાં 72 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓએ પોતાની જાતે બનાવેલી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને પોતાના ઘરે જ વસતો બનાવી વ્યવસાય કરતી મહિલાઓને આ એક્ઝિબિશનમાં સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. જેથી તેઓ પોતાની જાતે બનાવેલી વસ્તુઓને વેચી શકે અને આર્થિક રીતે સ્વનિર્ભર બની શકે.

મહિલા સશક્તિકરણનું એક અનોખું ઉદાહરણ: આ 2 દિવસીય એક્ઝિબિશને મહિલા સશક્તિકરણનું એક અનોખું ઉદાહરણ છે અને આવા કાર્યક્રમોથી મહિલાઓને આગળ આવવાની અને પોતાની પ્રતિભાને નિખારવાની પ્રેરણા મળે છે. ત્યારે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "આવા કાર્યક્રમોથી મહિલાઓને સ્વરોજગારની તકો મળે છે અને તેઓ આર્થિક રીતે સશક્ત બને છે. જેથી હું આવા પ્રયત્નોને હંમેશા પ્રોત્સાહિત કરું છું."

આ પણ જાણો:

  1. કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, NIA સહિતની સુરક્ષા એજન્સીઓના ઘટના સ્થળે ધામા - An attempt to overturn a train
  2. નવરાત્રી પહેલાં રાજકોટમાં મનપા ફૂડ વિભાગની તવાઈ, 42 દુકાનોમાં ચેકિંગ, 65 કિલો અખાદ્ય જથ્થાનો નાશ - Investigation of food department

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.