સુરત: રાજ્યમાં એક બાદ એક નકલી સરકારી અધિકારી કર્મચારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ત્રણ દિવસ અગાઉ સુરતમાંથી એક નકલી કસ્ટમ અધિકારી પોલીસની ઝપટે ચડી ગયો હતો. આ વખતે સુરત ક્રાઈમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીનો વેશ ધારણ કરી લોકોને ડરાવી ધમકાવી અને સરકારી કામો કરી આપવાનું કહી રૂપિયા પડાવતા વ્યક્તિને દબોચી લીધો હતો.
નકલી અધિકારી ઝડપાયો: સુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમ અધિકારી લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવી લેતો હોવાની એક ફરિયાદ અઠવાલાઈન પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરતના બોમ્બે માર્કેટ વરાછા ખાતેથી જાહેરમાં રોડ પરથી 25 વર્ષીય ઓલપાડમાં રહેતો મૂળ બિહારનો વતની આરોપી હિમાંશુ કુમાર રમેશભાઈ રાયને પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી 3.54 લાખનું ડીઝલ પુરાવી ગયો: ઓલપાડના સ્યાદલા ગામના મેહુલ પટેલે કીમ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. કીમ પોલીસને તેમણે જણાવ્યું હતું કે સુરત ખાતેથી ઝડપાયેલ હિમાંશુ રાય નકલી અધિકારીની ઓળખ આપી 3.54 લાખનું ડીઝલ પુરાવી ગયો હતો અને અત્યાર સુધીમાં રૂપિયા ચૂકવ્યા નથી. મળેલ ફરિયાદના આધારે કિમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
![પેટ્રોલ પંપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-09-2024/gj-surat-rural05-nakli-gj10065_22092024201948_2209f_1727016588_518.jpg)
3.54 લાખનું ડિઝલ પુરાવ્યું, પૈસા ન આપ્યા: કિમ પોલીસ મથકના પીઆઈ પી.એચ.જાડેજાએ જણાવ્યું હતું કે, 'હિમાંશુ રાય નામના ઇસમ વિરૂદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાના ઈસમે ઓલપાડના સ્યાદલા ગામે એક પેટ્રોલ પંપ સંચાલક પાસેથી 3.54 લાખ રૂપિયાનું ડીઝલ પુરાવી દીધું હતું. અને પૈસા ચૂકવ્યા નથી. જે ફરિયાદ હાલ મળતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.'
આ પણ વાંચો: