ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, બ્રિજ પૂરના પાણીમાં ઘોવાયો - navasari weather update - NAVASARI WEATHER UPDATE

ગત રોજ નવસારીમાં લોકમાતા પુર્ણાના રુદ્ર સ્વરૂપના નવસારીના લોકોએ સાક્ષાત્કાર કર્યા હતા. તેમ પૂર્ણાનું પાણી સમગ્ર નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયું હતું. જેને લઇને પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પુર્ણા નદીએ મોટી તારાજી સર્જી હતી. જેમાં નવસારીથી બારડોલીને જોડતા સુપા પાસેના પૂર્ણા નદી પરનો બ્રિજ પાણીના વહેણના કારણે ધોવાયો હતો., Navasari Purna River

પુર્ણા નદીનું રુદ્ર સ્વરુપ
પુર્ણા નદીનું રુદ્ર સ્વરુપ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 4:26 PM IST

પુર્ણા નદીનું રુદ્ર સ્વરુપ (ETV Bharat Gujarat)

નવસારી: નવસારીમાં પૂર્ણા નદીએ ગતરોજ તેનો રુદ્ર રૂપ બતાવ્યો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પૂર્ણાની જળ સપાટી વધી હતી. અને આક્રમક બનેલી પૂર્ણતા પ્રવાહમાં નવસારી બારડોલી માર્ગ પર સુપા ગામ નજીક પૂર્ણા નદી પર બનેલ પૂલની રેલીંગ તૂટી ગઈ હતી. પૂર્ણાનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા હતા જે પુલની રેલિંગ પર અથડાયા હતા જેથી ઘણી જગ્યાએ પુલની રેલિંગ તૂટી ગઈ હતી.

બ્રિજ તૂટતા વાહન વ્યવહાર બંધ: નદીમાં વમળ ઉઠતા ડામર રોડની સરફેસ પણ ઉખડીને પાણીમાં વહી ગઈ હતી. જોકે પૂર્ણાની રોદ્રતા બાદ પણ પુલને મોટું નુકસાન થયું નથી પુલ સક્ષમ છે અને જે રેલિંગ તૂટી છે અને રોડની સરફેસ ઉખડી છે તેનું સમારકામ આજ સાંજ સુધીમાં કરી આવતીકાલથી વાહન વ્યવહાર માટે પુલ શરૂ કરી દેવામાં આવશે. જોકે આ જ પૂરતું સુપા ગામથી ડાઈવરજન આપવામાં આવ્યું છે જે વાહનો બારડોલીથી આવશે. એ સુપાથી પેરા થઈ ધોળા પીપળા નીકળી શકશે. અને નવસારીથી બારડોલી જવા માટે પણ ધોળા પીપળાથી સુપા ગામ તરફનો રસ્તો લેવો પડશે.

  1. ચાર દિવસ બાદ મળ્યો 21 વર્ષીય યુવકનો મૃતદેહ, સુરતના ગોડાદરા વિસ્તારની ઘટના - Young man dies in Surat
  2. ચોમાસાનો માહોલ બિલકુલ જામ્યો છે, ત્યારે વરસાદના પણ હોય છે. પ્રકાર આવો જાણીએ - TYPE OF RAIN

ABOUT THE AUTHOR

...view details