ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી નદીના બ્રિજ પર પ્રતિબંધ પ્લેટ ખસી જતાં, વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો - Surat News - SURAT NEWS

કામરેજ તાલુકાના આંબોલી ગામ નજીક તાપી નદીના બ્રિજ પર બ્રીજના જોઇન્ટ વચ્ચે મૂકવામાં આવેલ પ્રતિબંધ પ્લેટ ખસી જતાં NHAI વિભાગે કામગીરી હાથ ધરી હતી. એક લાઈન બ્રીજની બ્લોક કરાતા હાઇવે પર લાંબો ટ્રાફિક થયો હતો જેને લઇને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Etv Bharatકામરેજ તાલુકાના આંબોલી ગામ નજીક ટ્રાફિક જામ
Etv Bharatકામરેજ તાલુકાના આંબોલી ગામ નજીક ટ્રાફિક જામ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 8:08 PM IST

કામરેજ તાલુકાના આંબોલી ગામ નજીક ટ્રાફિક જામ (Etv Bharat Gujarat)

સુરત: જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48નું સંચાલન કરતા NHAI વિભાગથી સૌ કોઈ ત્રાસી ગયા છે. NHAI વિભાગની ઢીલી કામગીરીને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. કામરેજ તાલુકાના આંબોલી ગામે તાપી નદીના બ્રિજ પર બ્રીજના જોઇન્ટ વચ્ચે મૂકવામાં આવેલ લોખંડની પ્લેટ આજરોજ ફરી ખસી જતા NHAI વિભાગની ટીમ દોડી ગઈ હતી. પ્લેટ ફરી મૂકવાની કામગીરી હાથ ધરી હતી. જેને લઇને બ્રીજની એક લાઈન બ્લોક કરવામાં આવતા નેશનલ હાઇવે 48 પર લાંબો ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

લોકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે: લોકોને NHAI વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી આંબોલી પાસે તાપી નદીના બ્રિજ પર NHAI દ્વારા મોટી લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. અવાર નવાર આ લોખંડની પ્લેટ ખસી જતાં લોકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.

  1. બારડોલીમાં જનજીવન અસ્તવ્યસ્ત, વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ, પાણીના નિકાલ માટે તંત્ર અડીખમ - Heavy rain in Bardoli
  2. વાપીમાં 4.5 ઈંચ પડેલ વરસાદથી ગરનાળુ, નેશનલ હાઇવે બન્યા પાણીમાં તરબોળ, ઉમરગામમાં સિઝનનો સૌથી વધુ વરસાદ - 4 point 5 inches of rain in Vapi

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details