વડોદરા:જિલ્લામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા સાથે ગેંગરેપના આરોપીઓના ઘરે ગતરાત્રે 3 વાગ્યા સુધી તપાસ ચાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેસ સંબંધિત પુરાવાઓ એકત્ર કર્યા હતા.
આરોપીઓએ સગીરાનો મોબાઇલ નદીમાં ફેંક્યો: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા ફાયર વિભાગની એક ટીમ વડોદરા તાલુકા પોલીસ મથક આવી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપીઓએ આ કૃત્ય આચર્યું તે સમયે મોબાઇલ આરોપીઓ દ્વારા વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની કેફીયત રજૂ કરવામાં આવતા તેને શોધવા ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી.
વડોદરામાં સગીરા ગેંગરેપના આરોપીઓએ સગીરાનો મોબાઇલ વિશ્વામિત્રી નદીમાં નાખ્યો જેની ફાયર બ્રિગેડે શોધખોળ કરી (Etv Bharat gujarat) ફાયર વિભાગે પોલીસ કામગીરીમાં મદદરુપ: વડોદરા તાલુકા પોલીસ મથક બહાર વડોદરા ફાયર વિભાગની એક ટીમ બોટ સાથે આવી પહોંચી હતી. હવે વડોદરા તાલુકા પોલીસ દ્વારા આ મામલે તપાસ માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે. આરોપીઓ દ્વારા ગુનો આચર્યો તે સમયનો મોબાઇલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા તેને શોધવા માટે ફાયર વિભાગની બોટને કામે લગાડવામાં આવશે. આ માટે ફાયર વિભાગ દ્વારા લોકેશન મળે તેની રાહ જોઇ હતી.
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મોબાઇલની શોધખોળ:આરોપીઓએ પીડિતાનો મોબાઈલ પથ્થરથી તોડ્યો હતો. તેની આસપાસ પથ્થર પણ આરોપીએ બતાવ્યા હતા. આરોપી શાહરૂખને સાથે રાખીને પોલીસે તપાસ કરી હતી. પોલીસે પથ્થરની પણ તપાસ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે વિશ્વામિત્રી નદીમાં બોટ ઉતારી હતી. મગરની વચ્ચે ફાયરબ્રિગેડે મોબાઈલની શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચો:
- 'સહાબ જેલ ભેજ દો... પુલીસ બહુત મારતી હૈ'- વડોદરા ગેંગરેપના આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ, લાગ્યા 'પોલીસ જીંદાબાદ'ના નારા
- મિત્ર સાથે બેસેલી કિશોરી પર ગેંગરેપ કેસમાં વડોદરા પોલીસે કર્યું પીડિતાનું કાઉન્સેલિંગ, ચોંકાવનારી વાત સામે આવી - Vadodara Gang Rape case