ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ ફાયર વિભાગની તવાઈ: જાણીતી 5 જેટલી હોટલોને સીલ મારવામાં આવ્યા - Bhuj Fire Department - BHUJ FIRE DEPARTMENT

ભુજના સ્ટેશન રોડ પર ફાયર વિભાગે કામગરી હાથ ધરી છે. ભુજના સ્ટેશન રોડ પર આવેલ પ્રખ્યાત હોટેલ પ્રિન્સ, કેબીએન, ગ્રીન રોક, વીઆઇપી ગેસ્ટ હાઉસ, ટેન ઇલેવન લોન્જને સિલ કરવામાં આવ્યા છે.

ભુજ ફાયર વિભાગની તવાઈ
ભુજ ફાયર વિભાગની તવાઈ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 8:15 PM IST

ભુજ ફાયર વિભાગની તવાઈ (Etv Bharat Gujarat)

કચ્છ: રાજકોટ ગેમઝોનમાં બનેલ અગ્નિકાંડ બાદ ભુજ ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી ફરી હાથ ધરવામાં આવી છે. ભુજના સ્ટેશન રોડ પર ફાયર વિભાગે કામગરી હાથ ધરી હતી. ભુજના સ્ટેશન રોડ પર આવેલ પ્રખ્યાત હોટેલ પ્રિન્સ, કેબીએન, ગ્રીન રોક, વીઆઇપી ગેસ્ટ હાઉસ, ટેન ઇલેવન લોન્જને સિલ કરવામાં આવ્યા છે. તેમજ બેંક અને અન્ય હોટલોને નોટિસ આપવામાં આવી છે.

ભુજમાં ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી: ભુજના સ્ટેશન રોડ પર ફાયર NOC વિનાની અને ફાયર સેફ્ટી વગર ચાલતી હોટલો પર ફાયર વિભાગ દ્વારા આજે કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સ્ટેશન રોડ પર હોટેલ કેબીએન, હોટેલ પ્રિન્સ સહિતની હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તો ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં ગ્રીન રોક, વીઆઇપી ગેસ્ટ હાઉસ તેમજ રિલાયન્સ સર્કલ પાસેના ટેન ઇલેવન લોન્જને સીલ કરવામાં આવ્યા હતા.

ફાયર એનઓસી સહિતના નિયમોના પાલન માટે કામગીરી: ફાયર વિભાગ દ્વારા જાહેર અખબારો તેમજ વ્યક્તિગત નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી ના મેળવતા કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટની ઘટના પછી સમગ્ર ગુજરાતમા ફાયર વિભાગ સહિત સ્થાનીક તંત્ર દ્રારા બનાવાયેલ કમીટી દ્વારા ફાયર નિયમોની તપાસ સાથે ફાયર એનઓસી સહિતના નિયમોના પાલન માટે કામગીરી કરાઇ રહી છે ત્યારે ભુજમા ફાયર વિભાગની કડક કાર્યવાહી કરી છે.

પ્રખ્યાત હોટલ પ્રિન્સ, KBN, ગ્રીન રોક સિલ કરવામાં આવી: રાજકોટ રીજનલ ફાયર વિભાગના હેડ ઓફિસરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભુજના સ્ટેશન રોડ પર આવેલી હોટલોમા તપાસ હાથ ધરવામાં આવી છે જેમા ભુજની જાણીતી હોટલ પ્રિન્સમા ફાયર એનઓસી ન હોવાથી સીલ કરવામાં આવી છે તો બીજી તરફ KBN હોટલમાં પણ રેસ્ટોરન્ટને સીલ મારવામા આવ્યુ છે. તો હોટલના જવાબદારો દ્વારા ફાયર એનઓસી ન હોવા છંતા કાર્યવાહી ન કરવા માટે દબાણના પ્રયત્ન કરાયા હતા પરંતુ ફાયર વિભાગે મક્કમ રીતે હોટલ સીલ કરી હતી.

ફાયર વિભાગ દ્વારા નોટીસો આપવામાં આવી: ફાયર વિભાગ દ્વારા ભુજની ગ્રીન રોક હોટલ, વીઆઇપી ગેસ્ટ હાઉસ, ટેન ઇલેવન લોન્જમા પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો સાથે સ્ટેશન રોડ પર આવેલી બેંક,રેસ્ટોરન્ટ,અને જીમમાં તપાસ સાથે સીલીંગની કામગીરી પણ કરવામાં આવશે. છેલ્લાં એક અઠવાડિયાથી ભુજમા ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે જેમા અનેક સ્થળો પર નોટીસ તથા બંધ કરાવવાની કામગીરી કરવામાં આવી છે. ફાયર વિભાગે પણ જાહેર અપીલ કરીને લોકોને ફાયર એન.ઓ.સી મેળવી લેવા અપીલ કરી છે.

  1. ઉપલેટાના વેણુ-2 સિંચાઈમાં ફરજ બજાવતા કર્મીને લગત પગારપંચ સાથે મળવા પાત્ર રકમ ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા - Upleta Venu2 irrigation workers on strike
  2. જામનગરના નાગેશ્વર સ્થિત શનિ મંદિરમાં શનિ જયંતિની ભવ્ય ઉજવણી... અન્નકૂટ અને પ્રસાદીનું આયોજન - Shani Jayanti Celebrations in Jamnagar

ABOUT THE AUTHOR

...view details