તાપીઃ કુકરમુંડા તાલુકાના જૂના આમોદ ગામે 2 બાળકોના ઉકાઈ ડેમના કેચમેંટ એરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. જૂના આમોદ ગામના 2 બાળકોના મૃત્યુથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બંને બાળકો શાળામાં ગેરહાજર રહી ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં નાહવા ગયા હતા.
2 Children Died: ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ન્હાવા પડેલા 2 બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા - 2 Children Died
તાપી જિલ્લાના જૂના આમોદ ગામે ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં ન્હાવા પડેલા 2 બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. મૃતક બાળકમાં એકની ઉંમર 9 અને બીજા બાળકની ઉંમર 10 વર્ષની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કિસ્સામાં નિઝર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Tapi Ukai Catchment Beck Water 2 Children Died
![2 Children Died: ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ન્હાવા પડેલા 2 બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ન્હાવા પડેલા 2 બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-02-2024/1200-675-20873009-thumbnail-16x9-b-aspera.jpg)
Published : Feb 29, 2024, 7:23 PM IST
બંને મૃતકની ઉંમર 10 વર્ષથી ઓછીઃ જૂના આમોદ ગામના નિહાલ વસાવા ઉ.વ. 9 અને નૈતિક વસાવા ઉ.વ.10ના મોત નિપજ્યા છે. બંને બાળકોના કમોતથી જૂના આમોદ ગામમાં શોક છવાયો છે. હાલ નિઝર પોલિસે પરિવારજનો ની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. ઉકાઈ ડેમનું કેચમેન્ટ ખુબ વિશાળ વિસ્તારમાં ફેયાલું છે. તેનું કેચમેન્ટ ખૂબ ઊંડું પણ છે. કેંચમેન્ટની આજુ-બાજુના ગામો લોકો તેમાં મસ્તાસ્ય ઉદ્યોગ પણ કરે છે. જો કે આવી ઘટનાને કારણે પ્રશાસને કેચમેન્ટ વિસ્તારની નજીક જવા પણ પ્રતિબંધ કરેલ છે. બંને બાળકો મિત્રો હતા અને એક જ શાળામાં અભ્યાસ કરતા હતા. આ બંને બાળકો શાળામાં અભ્યાસ પડતો મુકીને ન્હાવાની મજા માણવા ઉકાઈ કેચમેન્ટમાં પહોંચ્યા હતા. બંને બાળ મિત્રોને ન્હાવાની મજાના બદલમાં કમોત મળતા સમગ્ર ગામ તેમજ પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.
તાપી જિલ્લાનાં છેવાડે આવેલ નિઝર પોલિસ સ્ટેશનની હદમાં જૂના આમોદ ગામમાં આજે દુઃખદ ઘટના બની છે. જેમાં ઉકાઈ કેચમેન્ટમાં ન્હાવા પડેલ નિહાલ વસાવા(ઉ.વ.9) તથા તેમના મિત્ર નૈતિક વસાવા(ઉ.વ.10)ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. હાલ આ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે. આ ઉપરાંત અન્ય કાયદાકીય કાર્યવાહી અને તપાસ પોલીસ કરી રહી છે...સી.એમ. જાડેજા(નાયબ પોલીસ અધિક્ષક, તાપી)
- Vadodara News: હરણી દુર્ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વિદ્યાર્થીઓનો વધુ એક જોખમી પ્રવાસ, દરિયામાં સુરક્ષા વિના સ્નાન
- Harni Boat Accident Updates: ફરાર આરોપી ધર્મીલ અને દિપેન શાહની ધરપકડ, 6 દિવસના રિમાન્ડના આદેશ