તાપી : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તાપી જિલ્લામાં 12 વાગ્યે બજૂપુરા ગામે 500 જેટલી બાઈક સાથે પ્રવેશ કરશે. વ્યારા અને સોનગઢ ખાતે આદિવાસી વાજિન્ત્રો અને નૃત્યો સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. યાત્રામાં ઉચ્છલ, કુકરમુંડા, નિઝર, સહિતના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાશે.
કોંગ્રેસ પક્ષ છોડી જનાર લોકો વિષે અભિપ્રાય માંગતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોનું હિત છોડી પોતાનું હિત વિચારતા આવા હિતેચ્છુઓ જ આવું કરી રામમંદિરનો વિરોધ કોંગ્રેસ કરી રહ્યું હોવાની ભ્રામક વાતો ફેલાવે છે. કોંગ્રેસ કદાપી રામ મંદિરનો વિરોધ કર્યો નથી, તેણે રામમંદિર પછાડી રમાઈ રહેલ રાજકારણનો વિરોધ કર્યો છે...ડો. તુષાર ચૌધરી ( કોંગ્રેસ નેતા )
500 જેટલી ટુ વ્હીલર ગાડીઓ જોડાશે : ગરીબ વર્ગોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે તે ઉદ્દેશ્યથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ફરી રહી છે. આ યાત્રા દસમી માર્ચે તાપી જિલ્લામાં પ્રવેશશે. ભારત જોડો ન્યાય યાત્રાનું 500 જેટલી ટુ વ્હીલર ગાડીઓના કાફલા સાથે વ્યારામાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
વ્યારામાં યાત્રાનો રુટ : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પદયાત્રા કરી વ્યારાના જૂના બસ સ્ટેશને આવશે અને ત્યાં કોર્નર મીટીંગ કરશે. ત્યાંથી સોનગઢમાં પદયાત્રા બાદ રાહુલ ગાંધી દ્વારા કોર્નર મિટિંગ કરવામાં આવશે, અંદાજે 40થી 50 કિમિ સુધી આ યાત્રા તાપી જિલ્લામાં ફરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશશે. ગુજરાતનો 400 કિલોમીટરનો પ્રવાસ 10 તારીખે પૂર્ણ થશે, રાહુલ ગાંધીની આ પદ યાત્રા દરમ્યાન કોઈ રાજકીય પક્ષના હોદ્દેદાર જોડાશે કે નહીં. ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ક્યાં પણ કોંગ્રેસને મત આપજો કહ્યું નથી અને આ યાત્રા માત્ર લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એ પ્રકારની યાત્રા છે એમ જણાવ્યું હતું.
- Rahul Gandhi In Surat : સુરત અને તાપી જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રા ફરશે, ટ્રાઇબલ બેલ્ટ પર ડેમેજ કંટ્રોલ કરશે રાહુલ ગાંધી
- Bharat Jodo Nyay Yatra : 8 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ પહોંચશે, જિલ્લા કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ