સુરત: મોડેલ તાન્યા આપઘાત કેસમાં પોલીસ દ્વારા સીડીઆર ટ્રાન્ઝેક્શનમાં તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે 20થી વધુ લોકોના નિવેદન લીધા છે. તપાસ દરમિયાન જે ક્રિકેટર સાથે તાન્યાના ફોટો સામે આવ્યા છે તેને લઈ પોલીસે નિવેદન આપતા જણાવ્યું છે કે જરૂર પડશે તો ક્રિકેટરને પોલીસ વધુ તપાસ માટે બોલાવશે. જોકે પોલીસ તપાસમાં હજી સુધી તાન્યા ડિપ્રેશનમાં હોય તેવી વાત સામે આવી નથી.
Tanya Singh Suicide: પોલીસ તપાસમાં પરિવારે તાન્યા ડિપ્રેશનમાં હોવાની વાતને નકારી - Tanya Singh
સુરતમાં રહેતી મોડેલ તાન્યાના આપઘાત પ્રકરણમાં પોલીસ તપાસમાં પરિવારે તેણી ડિપ્રેશનમાં હોવાની વાતને નકારી દીધી છે. તાન્યાએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે જાણવા માટે પોલીસે મોબાઈલ ફોનના આધારે તપાસ હાથ કરી છે.
Published : Feb 24, 2024, 12:51 PM IST
'આ કેસમાં 20 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. અત્યારે અમે એક્ઝામીન કરી રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં આપઘાતનું કન્કલુઝન સામે આવ્યું નથી. જરૂર પડશે તો ફરીથી નિવેદન લઈશું. ફોટો મળી આવ્યા છે તેના આધારે જરૂર લાગશે તો ક્રિકેટરની પૂછપરછ કરાશે. છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. અત્યાર સુધી તાન્યા ડિપ્રેશનમાં હોય તેવી કોઈ વાત તેના મિત્રો કે પરિવારના લોકોએ કરી નથી.' - વિજ્ય સિંહ ગુર્જર (ડીસીપી, સુરત પોલીસ)
અગાઉ તાન્યા આપઘાત પ્રકરણની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહી હતી. આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. વેસુના હેપ્પી એલીગન્સમાં રહેતી મોડલ તાન્યા આત્મહત્યા પ્રકરણમાં વેસુ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ દ્વારા તાન્યાના મોબાઈલ ચેટની વિગતો તેમજ કોલ ડીટેઈલ રેકોર્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં તાન્યા શર્માની ઈન્ડીયન પ્રીમીયર લીગ (આઈપીએલ) મેચના ક્રિકેટર અભિષેક શર્મા સાથે ફોટા મળી આવ્યા છે. પોલીસ દ્વારા તાન્યા શર્માએ છેલ્લે કોની સાથે વાત કરી હતી તેની વિગતો મેળવીને જે પણ લોકો તેના સંપર્કમાં હતા તેમને બોલાવીને તેમની પણ પુછપરછ કરવામાં આવી છે.