મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામ નજીક આવેલા ડેમી-3 સિંચાઈ યોજનાના દરવાજા અને પિલર જોખમી હોવાનો સરકારી એક્સપર્ટ કમિટીનો અભિપ્રાય આવતા ડેમને તાત્કાલિક ખાલી કરવા સરકારે ભલામણ કરી છે. જે બાદા સિંચાઈ વિભાગે ડેમ ખાલી કરવા કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે ડેમી–3 યોજના હેઠળ સિંચાઈનો લાભ લેતા ખેડૂતોએ ડેમ ખાલી કરવા સામે વિરોધ પ્રદર્શિત કરવા ટોળે ટોળાં ડેમ સાઇટ ખાતે એકત્રિત થઈ ગયા હતા.
ફાઈનલ રીપોર્ટ આવતા ડેમ ખાલી કરવા નિર્ણય:મોરબી તાલુકાના કોયલી ગામ નજીક ડેમી -3 જળાશયના દરવાજા અને પિલર જોખમી બની ગયા છે. તેથી છેલ્લા એક વર્ષથી સિંચાઈ વિભાગની એક્સપર્ટ કમિટી દ્વારા ડેમની સતત અવાર નવાર મુલાકાત લેવામાં આવી છે. ત્યારે તાજેતરમાં રીપોર્ટમાં બહાર આવ્યું છે કે આ ડેમમાં જળ સંગ્રહ કરવો હિતાવહ નથી. તેથી ડેમ ખાલી કરવા સરકારે સૂચના જારી કરી છે મોરબી ડેમી યોજનાના અધિકારીઓ દ્વારા ડેમ ખાલી કરવા કાર્યવાહી શરૂ કરી છે.
ફાઈનલ રિપોર્ટ આવતીકાલે આવશે:ડેમી- 3 યોજના ડેમ વર્ષ 2002માં નિર્માણ થયો હતો. આ ડેમમાં 339 એમસીએફટી જળ સંગ્રહ ક્ષમતા છે. મેં 2023થી સિંચાઈ વિભાગની એક્સપર્ટ કમીટી દ્વારા ડેમની અવારનવાર મુલાકાત લેવામાં આવી રહી હતી અને ડેમની સ્થિતિનું નિરીક્ષણ કરીને તેનું સેમ્પલ લઈને રીપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો. જો કે તે ફાઈનલ રીપોર્ટ આવતીકાલે આવી જતા ડેમના દરવાજા અને પિલર જોખમી હોવાનું ધ્યાને આવતા રાજ્ય સરકાર દ્વરા ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.