ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં તાલીબાની સજાઃ પ્રેમીના ઘરેથી પકડી મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું, પોલીસે કરી કાર્યવાહી - DAHOOD TALIBANI VERDICT

દાહોદ જિલ્લામાં સમાજને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. એક પરિણીત મહિલાને પ્રેમ પ્રકરણ મામલે તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ...

દાહોદમાં તાલીબાની સજાની ઘટના
દાહોદમાં તાલીબાની સજાની ઘટના (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 6:06 PM IST

Updated : Jan 31, 2025, 11:05 PM IST

દાહોદઃ દાહોદ જિલ્લામાં સમાજને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. એક પરિણીત મહિલાને પ્રેમ પ્રકરણ મામલે તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થતાં પોલીસે મહિલાનું રેસક્યું કરી 15 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી 12 ની ધરપકડ કરી છે.

દાહોદમાં શર્મનાક ઘટના

એકતરફ સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અને મહિલાઓના અધિકારોની મોટી વાતો થઈ રહી છે, તો બીજી તરફ મહિલાઓ ઉપર અત્યાચારના બનાવો પણ છાશવારે સામે આવતા હોય છે. દાહોદ જિલ્લામાં અગાઉ પણ મહિલાઓ ઉપર અત્યાચારના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફરી એક વખત મહિલા ઉપર અત્યાચારનો દર્દનાક વીડિયો વાયરલ થતાં ફિટકાર વરસી રહ્યો છે.

પોલીસે કરી કાર્યવાહી (Etv Bharat Gujarat)

પ્રેમીના ઘરેથી પકડી સરઘસ કાઢ્યું

28 જાન્યુઆરીની આ ઘટના છે, તે દિવસે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામ ખાતે મહિલાઓ સહિતના ટોળાં દ્વારા એક પરિણીત મહિલાના કપડાં કાઢી તેને માર મારતા, તેને બાઇક સાથે સાંકળ વડે બાંધી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર વ્યક્તિના કેમેરામાં કંડારી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઝાલોદ ડીવાયએસપી અને એલસીબી સહિતની પોલીસ ટીમો વીડિયોની પુષ્ટિ કરી સ્થળ ખાતે પહોંચ્યા હતા. જ્યાં મહિલાને એક મકાનમાં બંધક બનાવવામાં આવી હતી. પોલીસે મહિલાનું રેસક્યું કરી સ્થળ ઉપરથી ચાર મહિલા, ચાર પુરુષની અટકાયત અને ચાર કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા. પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, મહિલાને અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ હતા. જેને પગલે તેના સાસરી પક્ષના લોકોએ તેના પ્રેમીના ઘરેથી તેને ઝડપી લઈ, તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

પોલીસે ઓળખ કરી 15 લોકો વિરુદ્ધ મહિલા ઉપર અત્યાચાર, અપહરણ અને આઈટી એક્ટ મુજબની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી 12 ની ધરપકડ કરી અને કિશોરો પણ આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. પોલીસે અન્ય ત્રણ લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા 12 પૈકી ચાર સગીર જુવેનાઇલ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. તેમજ ચાર મહિલાઓને જેલ હવાલે તેમજ ચાર પુરુષોને પોલીસ કસ્ટડીમાં રાખી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

  1. અમદાવાદમાં ફલાવર શોંના છોડ ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
  2. ગ્રાઉન્ડ રિપોર્ટ: થાન નગરપાલિકામાં સ્થાનિકોની શું છે સમસ્યા? ચૂંટણી પહેલાં ETV સમક્ષ લોકો શું બોલ્યા?
Last Updated : Jan 31, 2025, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details