ગુજરાત

gujarat

ETV Bharat / state

13 વર્ષથી બંધ તાલાલા અને કોડીનારનો બીલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરી ધમધમતો થશે

ગીરમાં વર્ષ 2012 થી બંધ તાલાલા અને વર્ષ 2015 થી બંધ કોડીનારની શુગર ફેક્ટરી આગામી સીઝનમાં ફરી શરુ થશે.

બીલેશ્વર ખાંડ ઉદ્યોગ
બીલેશ્વર ખાંડ ઉદ્યોગ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

ગીર: ગીરના સિંહ અને કેસર કેરી બાદ ગીરની મીઠાશ ખાંડ રુપે હવે રાજ્યના સીમાડાઓ ઓળંગશે. તે પ્રકારના સારા સમાચાર આવી રહ્યા છે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા તાલાલા અને કોડીનારમાં બંધ પડેલી સુગર મિલોને ફરી શરૂ કરીને આ વિસ્તારની મીઠાશ ખાંડના રૂપમાં રાજ્યના સીમાડા ઓળંગે તે પ્રકારની શરૂઆત કરી છે. નવેમ્બર 2025 માં ફેક્ટરી શરૂ થવાની પૂરી શક્યતાને પગલે ખેડૂતો પણ શેરડીના વાવેતરમાં જોડાઈ ગયા છે.

ગીરમાં સિંહ અને કેસર કેરી બાદ ખાંડનું પણ ઉત્પાદન: ગીરના સિંહ અને કેસર કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. તેમાં હવે ત્રિવેણી સંગમ રૂપે ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની દ્વારા વર્ષ 2012 થી બંધ તાલાલા અને વર્ષ 2015 થી બંધ કોડીનારની બીલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરી નવેમ્બર મહિનામાં ધમધમતો થાય તે માટેના પ્રયાસો શરૂ થયા છે. આજે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીના રાજ્યના અધિકારીઓ દ્વારા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ કોડીનાર ફેક્ટરીની મુલાકાત કરીને બંધ ફેક્ટરીના સભાસદો અને મેનેજિંગ ડિરેક્ટરો સાથે ચર્ચા કરીને આગામી નવેમ્બર 2025 માં ફરી એક વખત બંને જગ્યા પર શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન શરૂ થાય તે માટેની કામગીરી શરૂ કરી છે.

તાલાલા અને કોડીનારનો બીલેશ્વર ખાંડ ઉદ્યોગ આગામી સીઝનમાં ફરી ધમધમશે (Etv Bharat gujarat)

ઓક્ટોબર મહિનામાં મળેલી સાધારણ સભામાં થયો ઠરાવ:ઓક્ટોબર મહિનામાં બીલેશ્વર ખાંડ ઉદ્યોગ કોડીનાર અને નવેમ્બર મહિનામાં તાલાલા સુગર ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠકમાં આ બંને બંધ સુગર મિલોને ઇન્ડિયન પોટાશ લિમિટેડને 30 વર્ષના ભાડાપેટે આપીને ફરીથી ખાંડનું ઉત્પાદન શરૂ થાય તે માટેના નિર્ણય કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા વિધિવત રીતે ખાડનું ઉત્પાદન થાય તે માટે બંને જગ્યા પર અધિકારીઓ દ્વારા વિઝીટ શરૂ કરવામાં આવી છે.

શેરડીનું ખેતરો (Etv Bharat gujarat)

શેરડીના બજાર ભાવ ₹3400ની આસપાસ રહેવાની શક્યતા: ફેક્ટરી શરૂ થતા જ કેન્દ્ર સરકાર દ્વારા FRP મુજબ જાહેર કરાયેલા શેરડીના બજાર ભાવ મુજબ તાલાલા અને કોડીનારમાં ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી ઈન્ડિયન પોટાશ દ્વારા કરવામાં આવશે. જેમાં શેરડીના વાવેતર અને તૈયાર થયેલા શેરડીના પાકને કટીંગ કરવા સુધીની જવાબદારી ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની દ્વારા અદા કરવામાં આવશે. ખૂબ સારી ગુણવત્તાની શેરડીના બજાર ભાવ ₹3400 ની આસપાસ રહે તેવી આજના દિવસે શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. વધુમાં ખેડૂતો જે બંને સુગર ફેક્ટરીના સભાસદ તરીકે નોંધાયેલા છે. તેવા તમામ ખેડૂતોને શેરડીના તમામ ચુકવણું એક જ હપ્તામાં સીધું બેંકના એકાઉન્ટમાં કરવામાં આવશે. જેથી આર્થિક રીતે પણ ખેડૂતોને ખૂબ સારો લાભ થઈ શકે છે.

ખેડૂતોમાં ખુશી (Etv Bharat gujarat)

12,000 કરતાં વધુ ખેડૂતોને થશે લાભ:વર્ષ 2012 પૂર્વે તાલાલા અને 2015 પૂર્વે કોડીનારમાં સુગર ફેક્ટરી ધમધમતી હતી. જેને કારણે આ વિસ્તારના 12000 કરતાં વધારે ખેડૂત ખાતેદારોને સીધો ફાયદો થતો હતો. જેના થકી પ્રતિવર્ષ 200 કરોડ કરતાં પણ વધારેનું ટર્ન ઓવર એકમાત્ર ખાંડના ઉત્પાદન પાછળ જોવા મળતું હતું. આ વિસ્તારમાં પરંપરાગત રીતે શેરડીની ખેતી થઈ રહી છે પરંતુ બંને સુગર મીલ બંધ થતા કોડીનાર અને તાલાલા તાલુકાના 80 ગામોની આસપાસના ખેડૂતો શેરડીનું વાવેતર બંધ કર્યું હતું અથવા તો અન્ય પાક તરફ વળ્યા હતા. આવી પરિસ્થિતિમાં ખેડૂતો અન્ય પાક લેતા ખેતી ખર્ચ અને મજૂરોની ખૂબ મોટી અછત જેવા મુશ્કેલ ભર્યા સમયમાંથી પણ પસાર થતા હતા.

ફેક્ટરીના સભાસદો અને મેનેજિંગ ડિરેક્ટરો (Etv Bharat gujarat)

પરંતુ હવે જ્યારે 2025 માં સુગર ફેક્ટરી શરૂ થવા જઈ રહી છે ત્યારે વાર્ષિક પાક એવા શેરડીના વાવેતરમાં ખેડૂતો અત્યારથી જ રોકાયેલા જોવા મળી રહ્યા છે. આજના દિવસે ખેડૂતો શેરડીનું વાવેતર કરે તો નવેમ્બર 2025 સુધીમાં ફેક્ટરી શરૂ થતાની સાથે જ ખેડૂતો શેરડીને સીધી પીલાણ માટે ફેક્ટરીમાં મોકલી શકે. સામાન્ય રીતે શેરડીના પાકને વાર્ષિક પાક તરીકે જોવામાં આવે છે જેથી ફેક્ટરી શરૂ થતા પૂર્વે શેરડીનું વાવેતર કરવું પણ આટલું જ મહત્વનું છે, જેને ધ્યાન રાખીને પણ ખેડૂતો હવે શેરડીનું વાવેતર કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. પાકિસ્તાનની જેલમાં ગુજરાતના કેટલા માછીમારો બંધ છે? રાજ્યસભામાં વિદેય મંત્રાલયે આપ્યો જવાબ
  2. ભરૂચ પોલીસ ડોગ 'સિલ્કી'એ ઉકેલ્યો લાખોની ચોરીનો ભેદ, આરોપી પાસે જતા જ જુઓ કેવી રીતે કર્યો ઈશારો

ABOUT THE AUTHOR

...view details