સુરત પોલીસ કસ્ટડીમાં વેપારીનું શંકાસ્પદ મોત સુરત :વેસુ પોલીસ મથકમાં એક આધેડના શંકાસ્પદ મોતના મામલાની તપાસ ACP ને સોંપવામાં આવી છે. કાપડના વેપારીનું પોલીસ કસ્ટડીમાં મોત થતા પોલીસ કાર્યવાહી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. છેડતીના આરોપીને અચાનક જ છાતીમાં દુખાવો અને ગભરાટ થતાં તે પોલીસ સ્ટેશનના બાંકડા પર જ ઢળી પડ્યો હતો. તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
છેડતીના મામલે અટકાયત :સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય કાપડના વેપારી સાગર નવેટીયાને વેસ્ટ કોમ્પલેસ નજીક એક યુવતી સાથે અશ્લીલ હરકત અને છેડતી કરવાના આરોપ હેઠળ પોલીસ સ્ટેશન લવાયો હતો. આરોપી સાગરની પોલીસ પૂછપરછ દરમિયાન તે અચાનક જ રહસ્યમય રીતે ઢળી પડ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.
રહસ્યમય મોત :પોલીસે જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન આરોપી આધેડે જણાવ્યું હતું કે મને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. જેથી પોલીસે તેને પાંચ મિનિટ આરામ કરવા માટે પણ કહ્યું હતું. પરંતુ તે અચાનક જ બાંકડા પર ઢળી પડ્યો હતો. પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને આધેડને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ કસ્ટડીમાં બન્યો બનાવ : આ સમગ્ર મામલે ACP મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમમાં કોલ કરી જણાવવામાં આવ્યું હતું કે વેસુ આગમ શોપિંગ વર્લ્ડ નજીક આવેલા વેસ્ટ ફિલ્ડ નજીક એક યુવતીની છેડતી કરવામાં આવી છે અને એક શખ્સને લોકોએ પકડી પાડ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસની 37 નંબરની PCR વાન ત્યાં પહોંચી ત્યારે ટોળાએ શખ્સને પકડી રાખ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે જાહેરમાં યુવતીની છેડતી કરી રહ્યો હતો.
ACP ને તપાસ સોંપી :પોલીસ આ શખ્સની અટક કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન શખ્સે જણાવ્યું હતું કે તેના છાતીમાં દુખાવો થાય છે. તેથી તેણે ઇનવેર રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. જોકે તે અચાનક જ બાંકડા પર ઢળી પડ્યો હતો. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે ACP ને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
કોણ છે મૃતક ?ઉલ્લેખનીય છે કે, મૃતક સાગર મૂળ રાજસ્થાનના રહેવાસી છે. બે વર્ષ પહેલા સાગરના લગ્ન થયા હતા અને એક મહિના પહેલા તે પિતા બન્યો હતો. તે છેલ્લા ઘણા સમયથી સુરતમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો. તેના પર આરોપ છે કે તે એક યુવતી સાથે અશ્લીલ ચેનચાળા અને છેડતી કરી રહ્યો હતો. લોકોએ તેને પકડીને માર માર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પીએમ રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરશે.
- Junagadh Police: જુનાગઢ બી ડિવિઝનના PSIને જેલની હવા ખાવાનો વારો કેમ આવ્યો ? જાણો અહીં...
- Custodial Death Case : કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ભૂતપૂર્વ IPS સંજીવ ભટ્ટની અપીલ ફગાવી