ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના અનોખા વુડન આર્ટિસ્ટ, નાળિયેરના નકામા કાચલામાંથી રાધા-કૃષ્ણની મૂર્તિ, હંસ, મોર બનાવે છે - SURENDRANAGAR WOODEN ARTIST

વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા એવા સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી કે જેઓ નાળિયેરના કાચલામાંથી એક થી એક ચડિયાતી આટૅ ડિઝાઇન બનાવે છે.

નકામા નાળિયેરના કાચલામાંથી બનાવી આકર્ષક વસ્તુઓ
નકામા નાળિયેરના કાચલામાંથી બનાવી આકર્ષક વસ્તુઓ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2024, 3:45 PM IST

સુરેન્દ્રનગર: આપણે નાળિયેરના કાચલાને નકામા સમજીને તેને ફેંકી દઈએ છીએ. પરંતુ તેમાંથી આકર્ષિત વસ્તુઓ પણ બનાવી શકીએ છીએ. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી કે જેઓ નાળિયેરના કાચલામાંથી એકથી એક ચડિયાતી આર્ટ ડિઝાઇન કરીને જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવે છે. તેમની આર્ટ જોઈને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું મહત્વ પણ સમજાય છે.

નાળિયેરના કાચલામાંથી અવનવી વસ્તુઓ: આપણે બધા જાણીએ છીએ કે નાળિયેરનો ઉપયોગ કર્યા પછી આપણે તેને ફેંકી દઈએ છીએ. પરંતુ શંભુભાઈ જેવા વ્યક્તિઓ નકામા નાળિયેરનો ઉપયોગ કરી તેમાંથી પણ કારીગરી કરીને ઘરની શોભામાં વધારો કરે છે. વિવિધ કલાકૃતિ જેવી કે મોર, ચા પીવા માટેના કપ, કિટલી રાધા કૃષ્ણની મૂર્તિ, હંસ, મોર ફ્લાવર પોર્ટ પેન રાખવાના સ્ટેન્ડ, ફૂલદાની, નાવ, મોબાઈલ સ્ટેન્ડ જેવી વસ્તુઓ બનાવે છે.

નકામા નાળિયેરના કાચલામાંથી બનાવી આકર્ષક વસ્તુઓ (Etv Bharat Gujarat)

200થી વધારે કલાકૃતિ: શંભુભાઈ આમ તો એક વુડન આર્ટિસ્ટ છે અને સાથે વિદ્યાર્થીઓ માટે વર્કશોપ પણ કરે છે. તેઓ અત્યાર સુધીમાં 200થી વધારે કલાકૃતિ બનાવી ચૂક્યા છે. આ કલાકૃતિ નાળિયેરના કાચલામાંથી બનાવે છે અને ઘરની સજાવત માટે લેમ્પ શો, પીસ બાઇક દિવાલ પર લટકાવવામાં આવતી ક્રાફ્ટનો પણ સમાવેશ થાય છે અને તેઓ તૂટેલા નાળિયેરના કાચલાનું અને લાકડાનો ઉપયોગ કરીને સુંદર કલાનુ ઉદાહરણ પૂરું પાડે છે.

નાળિયેરના કાચલામાંથી બનાવેલી વસ્તુઓ (Etv Bharat Gujarat)

તેમની આ કલાકૃતિ જોઈને લોકોને પણ આર્ટનું મહત્વ પણ સમજાયું છે. શંભુભાઈ દ્વારા આજની યુવા પેઢીને પણ આ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવતા શિખડાવવા માટે કાર્ય કરે છે. શંભુભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનેલ વસ્તુનું વેચાણ પણ કરે છે સાથે પ્રદર્શન માટે પણ મૂકે છે. અને તેઓ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે આવી વસ્તુ દ્વારા આપણે વિવિધ કૃતિ બનાવીને આર્થિક રીતે આગળ આવી શકીએ છીએ.

શંભુભાઈ મિસ્ત્રી (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. કયારે થઈ પૃથ્વી પર શિવલિંગની પૂજા? જુઓ શિવ પૂજાનો ધાર્મિક ઇતિહાસ
  2. અમરેલીના લખપતિ ખેડૂત, સરગવો નહીં પણ તેના પાઉડરનું વેચાણ કરીને કેવી રીતે લાખોમાં કમાય છે?

ABOUT THE AUTHOR

...view details