ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના થાનગઢમાં સગીરા પીંખાઈ, આઠ શખ્સો પર દુષ્કર્મનો આરોપ - SURENDRANAGAR CRIME

સુરેન્દ્રનગરના થાનગઢમાં ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

થાનગઢમાં સગીરા પીંખાઈ
થાનગઢમાં સગીરા પીંખાઈ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 7:52 AM IST

સુરેન્દ્રનગર :ગુજરાતમાં ફરી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં એક સગીરા સાથે આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેથી આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ તમામ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી અને ફોટા ગ્રુપમાં વાયરલ કર્યા છે.

થાનમાં સગીરા સાથે દુષ્કર્મ :સુરેન્દ્રનગરના થાન ખાતે રહેતી સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈને 8 શખ્સો દ્વારા દુષ્કર્મ આચર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચરીને ધમકી આપી હતી કે, જો કોઈને જાણ કરશે તો તેના ભાઈને જાનથી મારી નાખશે. આરોપીઓએ સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

થાનગઢમાં સગીરા પીંખાઈ, આઠ શખ્સો પર દુષ્કર્મનો આરોપ (ETV Bharat Gujarat)

આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ :નોંધનીય છે કે, આ સમગ્ર બાબતે સગીરાએ પોતાના માતાને જાણ કરી હતી. જેથી માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી દીધી છે. આ મામલે અજય ભરવાડ, અજય અલગોતર, શૈલેષ અલગોતર, ધ્રુવ ચાવડા, કૌશિક ગોસ્વામી, વિજયસિંહ સોલંકી, દર્શન સદાદિયા અને કાનો ઉર્ફે હરી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ કાર્યવાહી :લીંબડી ડિવિઝન DySP વિશાલ રબારીએ જણાવ્યું કે, આ સગીરા પર અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે છેલ્લા છ-સાત મહિનાની અંદર આ આઠ શખ્સોએ દુષ્કર્મ આચર્યું છે. જેમાં એક આરોપીને ઝડપી પાડયો છે, અન્ય આરોપીની પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. તમામ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(દુષ્કર્મ અને શારીરિક શોષણના કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર અહીંયા પીડિતની ઓળખ તેમની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને ગુપ્ત રાખવામાં આવી છે.)

  1. સુરતમાં નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પિતરાઈ પર લાગ્યો આરોપ
  2. નવસારીમાં કિશોરી સાથે દુષ્કર્મ, 22 વર્ષીય આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details