સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથની શરૂઆત કરવામાં આવી છે. ત્રણ દિવસ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ફરી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. પરશોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજની ટિપ્પણી મામલે છેલ્લા ઘણા દિવસથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજે ધર્મરથ દોડાવ્યાં, ઠેરઠેર રૂપાલાનો વિરોધ કરવા પ્રચાર - Protest of Parshottam Rupala - PROTEST OF PARSHOTTAM RUPALA
પરશોત્તમ રૂપાલા સામેનો વિરોધ હજુ પણ ભભૂકતો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથની શરૂઆત કરવામાં આવી છે. ત્રણ દિવસ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ફરી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે.
Published : Apr 24, 2024, 10:08 AM IST
ભાજપ વિરુદ્ધ પ્રચાર :ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈપણ નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ ટુની રણનીતિ શરૂ કરવામાં આવી છે. ત્યારે તેઓએ આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના શક્તિ મંદિર ધામા ગામથી ધર્મરથ શરૂ કરવામાં આવ્યો છે અને ક્ષત્રિય સમાજના ધર્મરથ પાટડી લખતર, ધાંગધ્રા,થાન,ચોટીલા,મુળી, સાયલા લીંબડી, વઢવાણ થઈને ત્રીજા દિવસે સુરેન્દ્રનગર શક્તિ મંદિર રોડ ખાતે પહોંચશે અને આ ત્રણ દિવસ જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધર્મરથ ફરીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરશે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને આહવાન કરવામાં આવશે.
ક્ષત્રિય સમાજના આગેવાનો આંદોલનના મૂડમાં :આ ધર્મરથ દ્વારા ક્ષત્રિય આગેવાનો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ફરી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી પરશોત્તમ રુપાલાને હરાવવા અપીલ કરી રહ્યાં છે. ક્ષત્રિય સમાજની ટિપ્પણી મામલે છેલ્લા ઘણા દિવસથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈપણ નિર્ણય ન લેવાતાં ક્ષત્રિય સમાજે આંદોલન આગળ વધાર્યું છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના શક્તિ મંદિર ધામા ગામથી ધર્મરથ શરૂ કરવામાં આવ્યો છે અને ક્ષત્રિય સમાજના ધર્મરથ પાટડી લખતર, ધાંગધ્રા,થાન,ચોટીલા,મુળી, સાયલા લીંબડી, વઢવાણ થઈને ત્રીજા દિવસે સુરેન્દ્રનગર શક્તિ મંદિર રોડ ખાતે પહોંચશે અને આ ત્રણ દિવસ જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધર્મરથ ફરીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરશે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને આહવાન કરવામાં આવશે.