ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના પ્રખ્યાત વી.આર મોલને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી - Surat Crime News - SURAT CRIME NEWS

વધુ એક વખત સુરતના મોલને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી છે. જોકે ધમકીને ન અવગણી પુરતી તપાસમાં પોલીસ લાગી ગઈ હતી અને પોલીસને તપાસ દરમિયાન કાંઈ વાંધાજનક ન મળતા તમામે રાહતનો દમ લીધો હતો... - Surat Police at VR mall

સુરત પોલીસ પહોંચી વી આર મોલ
સુરત પોલીસ પહોંચી વી આર મોલ (Etv Bharat Guajrat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 7:00 AM IST

સુરત:સુરતના વીઆર મોલમાં ફરી એકવાર બોમ્બ ધમકી મળતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ગત 9 એપ્રિલ બાદ આ વર્ષે આ બીજી ઘટના છે. આજે રક્ષાબંધનના તહેવારના દિવસે મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. મળેલી ધમકીને લઇને સુરત શહેર પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે મોલમાં કંઈ હજુ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

મોલમાં એક્સપ્લોઝિવ મુક્યાનો ઈમેઈલ મળતા પોલીસ દોડતી (Etv Bharat Gujarat)

થોડા દિવસ અગાઉ પણ આવી ધમકી મળી હતી

સુરતના VR મોલને ફરી એકવાર મેઈલથી ધમકી મળી છે. થોડા દિવસ અગાઉ પણ પીપલોદ રોડ ઉપર આવેલા વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈમેઈલ દ્વારા મળી હતી. જ્યારે આજે રક્ષાબંધનના તહેવાર પર ફરી એક વખત મોલને ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. એસઓજી અને પીસીબીની ટીમ સહિત અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ વીઆર મોલ ખાતે પહોંચી ગઈ હતી. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદ લેવાઈ રહી છે.

સુરત પોલીસ (Etv Bharat Gujarat)

ગઈ વખતની ધમકીવાળા 74 લોકેશનનો મેઈલમાં ઉલ્લેખ

ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે, ઇ-મેઇલ મળ્યો હતો જેમાં મોલમાં એક્સપ્લોઝિવ મુકી અને હુમલો કરવાની વિગત જણાવી હતી. તેણે 74 જગ્યાએ મેઇલ કર્યો હતો. અગાઉ જે મેઇલ આવ્યો હતો મોટાભાગે એ પ્રકારનો જ ઇ-મેઇલ છે. ઇ-મેઇલ મળ્યા પછી સુરત સિટીની બે ટીમો, નવસારી અને ગ્રામ્યની બીડીડીએસ ટીમ બોલાવવામાં આવી છે. આ ઉપરાંત એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચના લોકો અહીં તપાસ કરી રહ્યા છે. મોલ ખાલી કરાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સુરતનો મોલ (Etv Bharat Gujarat)
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇ-મેઇલ અંગે સાઇબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પ્રાથમિક દૃષ્ટિએ અગાઉ જે ઇ-મેઇલ આવ્યો છે તેમાં સેમ કન્ટેન્ટ છે. અગાઉ જે લખાણ લખેલું છે તે જ કન્ટેન્ટ આ ઇ-મેઇલમાં છે. જે વાક્ય અગાઉ લખેલા હતા કે એક્સપ્લોઝિવ મૂકવામાં આવ્યું છે તે જ વાક્ય આ ઇ-મેઇલમાં છે.
  1. શ્રાવણમાં ભાવનગરનું એક માત્ર સ્ફટિક શિવલીંગ, જુઓ ગુરુની પ્રેરણાએ સ્થપાયું છે આ શિવલિંગ - Shivling of Bhavnagar
  2. સાગખેડૂ એ નારીયરી પૂનમના દિવસે દરિયા કિનારે દરિયાલાલની વિધિવત પૂજા કરી - Worship of the ocean

ABOUT THE AUTHOR

...view details