સુરતના રામભક્ત પાસે છે સુવર્ણ રામાયણ સુરત : આજે સુરત સહિત દેશભરમાં રામ નવમી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં એક એવી રામાયણ છે જેના વર્ષમાં માત્ર એકવાર જ લોકો દર્શન કરી શકે છે, માત્ર રામ નવમીના દિવસે આ અદ્ભુત રામાયણ ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવે છે. ઉપરાંત આ રામાયણ સામાન્ય નથી, પરંતુ 19 કિલો સોનાથી નિર્મિત છે. ઉપરાંત તેમાં 222 તોલા સોનાની સ્યાહીનો ઉપયોગ કરી 5 કરોડ વાર 'જય શ્રી રામ' લખવામાં આવ્યું છે.
સુવર્ણ રામાયણ :સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા રામ ભક્તના ઘરે વર્ષમાં ફક્ત એક જ વાર આ અદ્ભુત રામાયણના દર્શન લોકો કરી શકે છે. માત્ર રામ નવમીના દિવસે દર્શનાર્થે મૂકવામાં આવતી આ રામયણને બાકીના દિવસોમાં બેંકના લોકરમાં રાખવામાં આવે છે.
19 કિલો સોનામાંથી નિર્મિત :આ રામાયણ ખૂબ જ વિશેષ છે કારણ કે તેનું વજન 19 કિલો છે, તેમજ 530 પાનાની આ રામાયણ 222 તોલા સ્વર્ણ સ્યાહીથી લખવામાં આવી છે. આ રામાયણમાં 10 કિલો ચાંદીનો પણ ઉપયોગ કરાયો છે. તેમજ ચાર હજાર હીરા, માણેક, પન્ના અને નિલમથી અદ્ભુત રીતે સજાવવામાં આવી છે. આ રામાયણના મુખ્ય પુષ્ટ પર અર્ધ સોનાની શ્રી હનુમાનજી અને 1 તોલા સોનાથી શિવની પ્રતિમા બનાવવામાં આવી છે.
5 કરોડ વાર રામ નામનો ઉલ્લેખ 5 કરોડ વાર રામ નામનો ઉલ્લેખ :આ રામાયણને વર્ષ 1981 માં તૈયાર કરવામાં આવી હતી. તેમજ આ દુલર્ભ રામાયણને ખાસ પુષ્ય નક્ષત્રમાં લખવામાં આવી છે, જેમાં 12 લોકો સામેલ હતા. આ રામાયણ લખતા 9 મહિના અને 9 કલાક જેટલો સમય લાગ્યો છે. તેમજ આખી રામાયણમાં કુલ 5 કરોડ વાર 'જય શ્રી રામ' લખવામાં આવ્યું છે.
વર્ષમાં માત્ર એકવાર દર્શન :સુવર્ણ રામાયણમાં સંચાલક ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, આ દુલર્ભ રામાયણને વર્ષમાં માત્ર એકવાર દર્શનાર્થે મૂકવામાં આવે છે. રામાયણના 530 પાના પર ભગવાન શ્રીરામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યું છે. આ રામાયણમાં પુષ્ટ ખાસ જર્મનીથી મંગાવવામાં આવ્યા છે, જેને પાણીથી ધોવાથી પણ કોઈ નુકશાન થતું નથી. તેમજ સફેદ પાના હોવા છતાં તેના પર કોઈ ડાઘ લાગતો નથી. રામનવમીના પાવન દિવસે ભક્તો આ દુલર્ભ રામાયણના દર્શન કરી ધન્યતા અનુભવે છે, અહીં દર્શન માટે ભક્તોની લાંબી કતારો પણ જોવા મળે છે.
- આજે રામ નવમી, મિર્ઝાપુરથી પ્રભુ રામને અયોધ્યા માટે એક લાખ 11 હજાર લાડુનો પ્રસાદ
- ચૈત્ર સુદ નોમના દિવસને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટય દિવસ તરીકે ઉજવવામાં આવે છે