ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં લક્ઝરી બસ થઈ બેકાબૂ: બ્રેક ફેલ થતા બસે ચાર વાહનને અડફેટે લીધા, એકનું મોત - SURAT LUXURY BUS ACCIDENT

કામરેજ ચારરસ્તા પાસે લક્ઝરી બસની બ્રેક ફેલ થતા બસ બેકાબૂ બની હતી, પરિણામે બસે ચાર વાહનને અડફેટે લીધા હતા. એક બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.

બ્રેક ફેલ થતા બસે ચાર વાહનને અડફેટે લીધા
બ્રેક ફેલ થતા બસે ચાર વાહનને અડફેટે લીધા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 7:52 AM IST

સુરત:જિલ્લામાં તહેવાર સમયે સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ ચારરસ્તા પાસે એક ખાનગી લકઝરી બસની બ્રેક ફેલ થઈ જતાં બસ બેકાબૂ બની હતી. લક્ઝરી બસએ એક પછી એક ચાર જેટલા વાહનને અડફટે લીધા હતા. જેમાં એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવ બનતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ઉપરાંત લક્ઝરી બસના ચાલકને ઉતારી એકત્ર થયેલા લોકોએ માર માર્યો હતો, અને ત્યારબાદ કામરેજ પોલીસને સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી. ઘટના સ્થળ પર કામરેજ પોલીસ પહચત તેમણે ઇજાગ્રસ્ત લોકો અને લક્ઝરી બસના ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. તમને જણાવી દઈએ કે, કામરેજ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

બસે ચાર વાહનને અડફેટે લીધા હતા જેમાં એક બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું (Etv Bharat Gujarat)

તમને જણાવી દઈએ કે, મૃત્યુ પામનાર વ્યક્તિના ભત્રીજા દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરતમાં લક્ઝરી બસ થઈ બેકાબૂ (Etv Bharat Gujarat)

કામરેજ પોલીસ મથકના પીઆઈ એ.ડી. ચાવડાએ આ સમગ્ર ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે, "કામરેજ ચોકડીથી દાદા ભગવાન મંદિર તરફ જતી વખતે લકઝરી બસએ અંદાજીત ત્રણ ચાર જેટલી બાઈકને અડફેટે લીધી હતી. અડફેટે aઆવેલ તમામ લોકોને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે. જોકે કોઈની હાલત ગંભીર હોય તેવું હાલમાં જણાઈ આવ્યું નથી. આ મામલે કામરેજ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા."

સુરતમાં લક્ઝરી બસ થઈ બેકાબૂ (Etv Bharat Gujarat)
બ્રેક ફેલ થતા બસે ચાર વાહનને અડફેટે લીધા (Etv Bharat Gujarat)

વધુમાં જાતવતા તેમણે વિગતો આપી હતી કે, "મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કામરેજ સીએચસી સેન્ટર ખાતે લઇ આવ્યા હતા. આ મામલે મૃતક યુવકના ભત્રીજાની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ છે. તેમજ પ્રાથમિક તપાસમાં કામરેજ ટોલનાકાની આજુબાજુમાં આ બસચાલકે કોઈ પણ પ્રકારનો અકસ્માત કર્યો હોય તેવું હાલ જણાય આવ્યું નથી."

બ્રેક ફેલ થતા બસે ચાર વાહનને અડફેટે લીધા (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. નવસારીમાં ડ્રગ વિભાગના દરોડા : દવાનો જથ્થો સીઝ, ઘરમાં મળ્યા 400 શ્વાન
  2. હરણી લેક દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી: નોટિસ છતા કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર હાજર ન રહેતા લગાવી ફટકાર

ABOUT THE AUTHOR

...view details