ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં લખ્યું કારણ... - Surat policeman committed suicide - SURAT POLICEMAN COMMITTED SUICIDE

દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલુડી ગામ ખાતે આવેલ સુરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા સુધીર પાટીલ નામના હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે. આ બાબતે નવો ખુલાસો સામે આવ્યો છે. જે આમાં પોલીસ કર્મીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં તેણે લખ્યું હતું કે, મારી આત્મહત્યા માટે મારૂ દારૂનું વ્યસન તથા માનસિક તણાવ જવાબદાર છે. જાણો. Surat policeman committed suicide

સુધીરના પરીવારમાં પત્ની પુનમબેન અને બે બાળકો છે
સુધીરના પરીવારમાં પત્ની પુનમબેન અને બે બાળકો છે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 1:31 PM IST

મારી આત્મહત્યા માટે મારૂ દારૂનું વ્યસન તથા માનસિક તણાવ જવાબદાર છે- સુધીર પાટીલ (Etv Bharat Gujarat)

સુરત:પોલીસ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કામરેજ તાલુકાનાં ઘલુડી હેડક્વાર્ટસમાં આર્મ્સ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય સુધીર બાજીરાવ પાટીલ કે જેઓ ઘલુડી પોલીસ હેડક્વાર્ટસ મુળ અંતુર્લી ગામ પાટીલ ફળીયા, તાપી રહે છે. તેમના પરીવારમાં પત્ની પુનમબેન અને બે બાળકો દેવાંશ અને સેજલ ગત 10 ઓગસ્ટનાં રોજ ધાર્મિક પ્રસંગમાં અંતુર્લી વતન ગયા હતા.

કામરેજ તાલુકામાં પોલીસ ક્રમીએ આપઘાત કર્યાનો મામલો (Etv Bharat Gujarat)

તો આમ ઘટી હતી સંપૂર્ણ ઘટના: સુધીર પાટીલનાં નાના ભાઈ, પત્ની અને બાળકોને મુકવા માટે ગામથી બસમાં બેસી ઘલુડી ખાતે આવવા માટે નિકળ્યા હતા. બસમાંથી ઉતરી રિક્ષામાં બેસી ઘલુડી ખાતે પોલીસ હેડ ક્વાર્ટસમાં સુધીર પાટીલનાં રૂમ પર અગીયારેક વાગ્યે પહોંચી સુધીર પાટીલને ફોન કરતા રીંગ વાગી હતી પણ ફોન ઉઠાવ્યો ન હતો. દરવાજો અંદરથી બંધ હોવાથી ખટખટાવ્યા બાદ પણ દરવાજો નહીં ખોલતા પત્ની અને સુધીરનાં નાના ભાઈને કંઇક અજુક્ત લાગતા તેઓએ હથોડા વડે દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશતા રસોડાની છત પરનાં પંખા સાથે સુધીર પાટીલ ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા પત્ની અને બાળકો હેબતાઈ ગયા હતા.

, સ્યુસાઇડ નોટ લખી જણાવ્યું હત્યાનું કારણ (Etv Bharat Gujarat)

આત્મહત્યા માટે દારૂનું વ્યસન તથા માનસિક તણાવ જવાબદાર છે: પરીવારજનોએ આજુબાજુમાં રહેતા પોલીસ કર્મીઓને બોલાવી સુધીરની લાશ નીચે ઉતારી હતી. તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે સુધીરે સ્યુસાઇડ નોટ લખી છે. કેમ તેમણે લખ્યું હતું કે, મારી આત્મહત્યા માટે મારૂ દારૂનું વ્યસન તથા માનસિક તણાવ જવાબદાર છે, હું પોતે જ જીવવા માંગતો નથી. છેલ્લા 15 વર્ષથી હું દારૂ પીને મારા શરીરની ખરાબ હાલ કરી નાખી છે, ઉપરાંત મારી પત્ની પુનમ તથા બે બાળકોને દારૂ પીને બહુ ત્રાસ આપ્યો છે. મારી આત્મહત્યા માટે હું પોતે જ જવાબદાર છું. મારી પત્ની અને બાળકો આજે ગામથી આવવાનાં છે. મારી આત્મહત્યાની જાણ એમને ના કરવી. મારો સાળો રાહુલનાં મોબાઇલ નંબર નવાગામ ડીંડોલીને જાણ કરી દેવી. મારી આત્મહત્યા પૂર્વ આયોજીત હતી. મારા પરીવારને પોલીસ ખાતા તરફથી મળતા તમામ લાભો મારી પત્ની તથા બે બાળકોને આપી દેવા, અને હું જાતે ગળે ફાંસો ખાઉં છું.

  1. સુરતમાં પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા મૃતક - Surat policeman suicide
  2. 23 જેટલા બેંક એકાઉન્ટમાં કરોડોની હેરાફેરીનો ઘટસ્ફોટ, 2 આરોપીઓ ઝડપાયા - 2 accused caught

ABOUT THE AUTHOR

...view details