સુરત:સુરતના કતારગામ વિસ્તારના જૂની જીઆઇડીસીના એમ્બ્રોઈડરી ખાતામાં 24 વર્ષે યુવકને મોતનો મામલે કતારગામ પોલીસે આરોપી રજબઅલી જફીરૂદીન અંસારીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી મૃતકનો મિત્ર જ નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ તેણે ગમછા વડે ગળુ દબાવી હત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ આ બનાવ 8 ફેબ્રુઆરીના રોજ જ્યારે બન્યો હતો ત્યારે સૌપ્રથમ વખત તો કારખાનેદારોને એવું લાગ્યું હતું કે, વ્યક્તિ મશીનમાં આવી જતા તેનું મોત નીપજ્યું છે. જેથી તેને બહાર કાઢવા માટે ત્યાંના લોકો દ્વારા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. જેમાં ફાયરના જવાનોએ મૃતક પરવેઝને બહાર કાઢી પોલીસને લાશ સોંપી હતી. જ્યાં બીજી બાજુ મૃતકનું હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હતું ત્યારે પોલીસની બીજી ટીમે બનાવ સ્થળના CCTV ફૂટેજ પણ મળી આવ્યા હતા. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાયું હતું કે, આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી ફરાર થતો જોવા મળી રહ્યો છે. જેની આધારે પોલીસે તપાસમાં શરૂ કરી હતી, પરંતુ પોલીસને સફળતા મળી ન હતી.
પોલીસે કેસ મામલે શું કહ્યું? (Etv Bharat Gujarat) આ બાબતે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે, ગત 8 ફેબ્રુઆરીના રોજ કતારગામ વિસ્તારના જૂની જીઆઇડીસીના વિશ્વકર્મા કંપાઉન્ડ ખાતા નંબર 17માં જ્યાં એમ્બ્રોડરીના જોબવર્કના ખાતામાં કામ ચાલતું હતું. જ્યાં 24 વર્ષીય પરવેઝ અબ્દુલ અંસારીનું મશીનમાં ગળું આવી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જે વ્યક્તિને કતારગામ ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો અને તે સાથે પોલીસને મૃતક પરવેઝની બોડીનો કબજો આપવામાં આવ્યો હતો. પોલીસે તે સમય દરમિયાન બનાવ સ્થળે પંચનામું કર્યું હતું. જ્યાંથી પોલીસને મૃતકનો સ્વીચ ઓફ થયેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલ ચાલુ કરતા તેમાં 60% જેટલી બેટરી હતી. એટલે કે, મોબાઈલ સ્વીચ ઓફ કરવામાં આવ્યો છે અને કોઈક વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હોય તે દિશામાં તપાસ શરૂ કરી હતી. મૃતકનો મિત્ર રજબઅલી પોલીસ પાસે વારંવાર આ મોબાઇલની માંગણી કરતો હતો. જેથી પોલીસને તેના સ્વભાવ ઉપરથી તેની ઉપર શંકા ગઈ હતી.
બાદમાં પોલીસે મોબાઈલનું એનાલિસિસ કરતા તેમાંથી મૃતક પ્રવેજ અને રજબઅલીનો સમલિંગીગ સંબંધોના ઘણા બધા વીડિયો સામે આવ્યા હતા. જે જોતા પોલીસે રજબઅલીની અટકાત કરી હતી અને તેની સઘન પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતક પ્રવેજ અને રજબઅલી સમલૈંગીક શરીર સબંધ બાંધતા હતા. જેનો વીડિયો મૃતક પરવેઝે પોતાના ફોનમાં બનાવી લીધા હતા અને એ જ વીડિયો ડીલીટ કરવા માટે મૃતકને આરોપી વારંવાર કહેતો હતો પરંતુ તે વીડિયો ડીલીટ કરતો ન હતો. અંતે ગત 8 ફેબ્રુઆરીના 2025 ના રોજ બંને સાથે જ ખાતામાં કામ કરવા માટે આવ્યા હતા. ત્યારે પણ આરોપીએ પરવેઝને વીડિયો ડીલીટ કરવા માટે કહ્યું હતું. બાદમાં મૃતકનો ફોન આરોપીના હાથમાં આવી જતા તેણે છુપાવી દીધો હતો. જે મામલે તેઓ બંને વચ્ચે બોલાચાલી ઝઘડો તકરાર થતા આરોપીએ તેની પાસે રહેલા ગમછા વડે પરવેઝ અંસારીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ કોઇને શંકા ના જાય તે માટે આરોપીએ એમ્બ્રોડરીના ખાતામાં પરવેઝને ગોઠવી એમ્બ્રોડરી મશીનમાં આવી ગયો હોય તેવું ઉપજાવ્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ હવે આ બનાવમાં અંતે મિત્ર એ જ મિત્રની હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપી તથા મૃતક પરવેઝ બન્ને એકબીજાને મિત્રો હતા અને છેલ્લા ત્રણે વર્ષથી એક જ સાથે રહેતા પણ હતા. જોકે સમગ્ર મામલો પોલીસને મૃતકનો મોબાઈલ ફોનનું એનાલિસિસ કરતા સામે આવી ગયું હતું. જે મોબાઈલ ફોનના કારણે પોલીસને આરોપીને પકડી પાડ્યો છે.
- અગાઉ SRKના ઘરમાં ઘૂસેલા યુવકે ભરુચમાં એ જ સ્ટાઈલે કરી લાખોની ચોરીઃ CCTV આવ્યા સામે
- હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાયરલ કરનારા 3 ઝડપાયા, પોલીસે કર્યો મોટા રેકેટનો પર્દાફાશ