ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 25 હજાર માટે સહકર્મીની હત્યા, આરોપીને ઓરિસ્સાના રેડ લાઈટ એરિયામાંથી પકડી લાવી પોલીસ - SURAT CRIME NEWS

સુરતમાં ખટોદરા વિસ્તારમાં દેણપ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં બોઈલરમાંથી પોલીસને એક અજાણી લાશ મળી આવી હતી.

ઓરિસ્સાથી પોલીસ આરોપીને પકડી લાવી
ઓરિસ્સાથી પોલીસ આરોપીને પકડી લાવી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 4:46 PM IST

સુરત: સુરતના ખટોદરા વિસ્તારમાં દેણપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલી હત્યા મામલે ખટોદરા પોલીસે આરોપી મનોજકુમાર શાહુને ઓરિસ્સાના રેડલાઇટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુંકે, ગત 16 ઓક્ટોબર 2024 ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જલારામ નગર પાસે આવેલ દેણપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ત્રીજા માળે આવેલા બોઇલરમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. જેમાં પોલીસે બોડીનો કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ પોસમોટમ કરાવ્યું હતું. બીજી બાજુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા મૃતકનું નામ ધૂબ ચરણ પ્રધાન સામે આવ્યું હતું.

ઓરિસ્સાથી આરોપીને પોલીસ પકડી લાવી (ETV Bharat Gujarat)

પોલીસને આરોપી પર કેવી રીતે ગઈ શંકા?
તે ઉપરાંત પોલીસે સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો જેનું વ્યક્તિનું નામ મનોજ શાહુ હતું. જે વ્યક્તિ ત્યાં જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. આરોપી મનોજ કારખાનામાં નહોતો અને રજા પર ઉતરી ગયો તેવી માહિતી પોલીસને મળી હતી. તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. જેથી પોલીસને આરોપી મનોજ ઉપર શંકા ગઈ હતી. આ હત્યા તેણે જ કરી છે તે ફરાર થઇ ગયો છે. જેથી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

બે વખત પોલીસ ઓરિસ્સા ગઈ, ત્રીજી વખત પકડાયો આરોપી
આરોપીને પકડવા માટે ખટોદરા પોલીસ બે વખતે ઓરિસ્સા ગઈ હતી. પરંતુ આરોપી ત્યાં નહોતો. જોકે ગત રોજ આરોપીએ પોતાનો ફોન ચાલુ કરતા જ તેનું લોકેશન ટ્રક થયું હતું. લોકેશન ટ્રેક થતાં જ પોલીસે આરોપીને ઓરિસ્સાના રેડ લાઈટ એરિયામાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની સઘન પૂછપરછમાં તેણે જ આ હત્યા કર્યા હોવાનું જણાવ્યું હતું.

ખટોદરા પોલીસ સ્ટેશનની તસવીર (ETV Bharat Gujarat)

પૈસાની લેતી-દેતીમાં હત્યા
મૃતકે આરોપીને રૂપિયા 25000 પોતાનું ફ્રિજ વેચ્યું હતું. જે રૂપિયા 25000 મૃતકને આપવામાં બાકી હતા. જેની માંગણી મરનાર વ્યક્તિએ મનોજ પાસે કરી હતી. પૈસા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા આરોપીએ મૃતકના માંથે સળીયો મારી દીધો હતો. જેથી મૃતક ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થતાં તેનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું. હાલ સમગ્ર મામલે આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો:

  1. સુરત એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઇટને લેન્ડિંગમાં થઇ મુશ્કેલી, ત્રીજા પ્રયાસમાં કર્યુ સફળ લેન્ડિંગ
  2. પાટણ રેગિંગ કાંડમાં મૃતક વિદ્યાર્થીના ગામ જેસડામાં શોકનો માહોલ, પરિજનોએ કાર્યવાહીની માંગ કરી

ABOUT THE AUTHOR

...view details