ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની પરિણીત મહિલાને લગ્નેતર સંબંધ ભારે પડ્યા, બે-બે વાર છૂટાછેડા અને ભાઈ કર્યો આપઘાત પણ... - Surat Crime - SURAT CRIME

સુરતના ઉધનામાં રહેતી મહિલાને લગ્નેતર સંબંધ ભારે પડ્યા છે. યુવતીના ભાઈએ આપઘાત કર્યો તો પણ પ્રેમમાં અંધ બની પતિને બે-બે વાર છૂટાછેડા આપ્યા. આખરે પ્રેમીએ પણ રંગરેલિયા મનાવ્યા બાદ ઘરમાંથી હાંકી કાઢી હતી. જાણો સમગ્ર મામલો...

આરોપી પ્રેમીની ધરપકડ
આરોપી પ્રેમીની ધરપકડ (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 3:43 PM IST

સુરતની પરિણીત મહિલાને લગ્નેતર સંબંધ ભારે પડ્યા (ETV Bharat Reporter)

સુરત :ઉધનામાં રહેતા યુવક સાથે 2017માં પ્રેમમાં પડેલી 27 વર્ષીય પરિણીતાએ પ્રેમી ખાતર પતિને બે વખત છૂટાછેડા આપ્યા હતા. બહેનના પ્રેમ પ્રકરણથી મોટા ભાઈએ વતનમાં આપઘાત કરી લીધો હતો. જોકે આ લગ્નેતર સંબંધો અંતે મોંઘા પડ્યા હતા. યુવતિને પોલીસની મદદ લેવી પડી, જાણો સમગ્ર મામલો...

લગ્નેતર સંબંધનો મામલો :મળતી માહિતી પ્રમાણે તેલંગણાની વતની ભેસ્તાન વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી સાડીની દુકાનમાં નોકરી કરે છે. 2013માં તેના લગ્ન જ્ઞાતિના યુવક સાથે થયા હતા. 2017માં ઈન્સ્ટાગ્રામના માધ્યમથી 35 વર્ષીય પ્રશાંત શંકર એડલા સાથે પ્રેમમાં પડી હતી. આ યુવકના પ્રેમમાં અંધ થઈ 2018માં યુવતી પતિને છૂટાછેડા આપી પ્રેમી સાથે રહેવા લાગી હતી.

બે-બે વાર છૂટાછેડા :વતનમાં માતા-પિતાને આ વાત નાપસંદ પડતાં તેઓ 2019માં સુરત આવ્યા અને પૂર્વ પતિ સાથે સમાધાન કરી રહેવા જણાવતા આ યુવતી પતિના ઘરે પરત ફરી હતી. પતિ પાસે પરત ફર્યા બાદ પણ યુવતી અને પ્રશાંતના સંબંધો પૂર્વવત રહેતા દંપતિ વચ્ચે ઝઘડો શરૂ થયા હતા. આ મામલો પોલીસ સુધી પહોંચતા 2022માં યુવતી પતિ પાસે રહેવા જતી રહી હતી.

ભાઈએ કર્યો આપઘાત :નાની બહેનની આ હરકતથી તેલંગણામાં રહેતા 31 વર્ષીય મોટા ભાઈને બદનામીની લાગણી થતાં તેણે આપઘાત કરી લીધો હતો. ભાઇના આપઘાત છતાં પરિવાર અને સમાજની પરવા કર્યા વિના આ યુવતીએ પતિને 2023માં બીજી વખત છૂટાછેડા આપી દીધા હતા. લગ્ન વિના સાત વર્ષ સુધી પ્રશાંત એડલાએ આ યુવતિનું યૌન શોષણ કર્યું હતું.

પ્રેમીએ ઘરમાંથી હાંકી કાઢી : યુવતીએ લગ્ન કરવાનું કહેતાં હૈદરાબાદમાં રહેતી આ યુવકની માતાએ 10 લાખ રોકડા અને પાંચ તોલા દાગીનાની માંગણી કરી હતી. એટલું જ નહી 20 મેના રોજ માતા- પુત્રીએ આ યુવતીને ઉધના દાગીનાનગર સ્થિત ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે પરિણીતાએ ઉધના પોલીસ મથકે આ અંગે રાવ કરી હતી. પોલીસે બળાત્કાર અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી પ્રશાંત એડલાની ધરપકડ કરી હતી.

  1. Ahmedabad Crime: 6 વર્ષ પછી પત્ની સાથે આડાસંબંધ ધરાવનાર યુવક પર પતિએ કર્યું ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ
  2. Honor Killing In Andhra Pradesh : આંધ્રપ્રદેશના નંદ્યાલમાં ઓનર કિલિંગ, પિતાએ જ પુત્રીનું કાપ્યુ માથું

ABOUT THE AUTHOR

...view details