ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : ભાગીદાર 4 કરોડો રુપિયા ભરખી ગયા, સુરતમાં પિતા-પુત્રો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

સુરતની એક ભાગીદારી પેઢીમાં પાર્ટનરે અન્ય પાર્ટનર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદીએ પોતાના જ પિતરાઈ ભાઈ અને તેના બે પુત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે, જાણો સમગ્ર વિગત...

ભાગીદાર 4 કરોડો રુપિયા ભરખી ગયા
ભાગીદાર 4 કરોડો રુપિયા ભરખી ગયા

By ETV Bharat Gujarati Team

Published : Mar 11, 2024, 4:25 PM IST

સુરત : સુરત ઇકો સેલમાં મેસર્સ લખાણી એન્ડ દેસાઈ ડેવલોપર્સની ભાગીદારી પેઢી સાથે 4.04 કરોડ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ ભાગીદારી પેઢીની જમીન પચાવી પાડવા તેમજ ઠરાવ સાથે ચેડા કરી વિશ્વાસઘાત કર્યો હતો. ભાગીદાર મગન દેસાઈએ તેમના જ પિતરાઈ ભાઈ અને તેના પુત્રો વિરુદ્ધ ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ભાગીદાર :57 વર્ષીય બિલ્ડર મગન દેસાઈ સુરત શહેરના કતારગામમાં આવેલા ખોડીયાર પાર્ક રો હાઉસમાં રહે છે. લાબુ લાખાની તેમના સગા મામાના દીકરા છે. છેલ્લા 30 વર્ષથી બંને સાથે મળીને મેસર્સ લખાની એન્ડ દેસાઈ ડેવલપર્સ નામથી કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે. આ લોકો જમીન ડેવલપ, જમીન લે-વેચ અને રીયલ એસ્ટેટ સહિતના તમામ વ્યવસાય ભાગીદારી પેઢી મુજબ કરતા હતા.

આરોપી સાથે ફરિયાદીની ભાગીદારી :વર્ષ 2014ના 19 મે માં મગન દેસાઈનો પુત્ર ભાર્ગવ પણ આ ભાગીદાર પેઢીમાં જોડાયો હતો. આ ભાગીદારી પેઢીના નામથી તેઓએ કતારગામમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 77.1 વાળી જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું. આ જમીન પર તેઓએ 13 માળના પાંચ હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવાનું પણ આયોજન કર્યું હતું. તેમણે સાથે મળી 11,300 ચોરસ મીટર જમીન પર કન્સ્ટ્રકશન કામ કરવાનું નક્કી કર્યું હતું.

ભાગીદારોએ કર્યો ઝોલ :તારીખ 18 નવેમ્બર 2014 ના રોજ તમામ ભાગીદારોએ બિલ્ડીંગોમાં બાંધકામ કરવામાં આવેલ પ્લોટ તેના પ્લોટ હોલ્ડરોને વેચાણ દસ્તાવેજ કરી આપવા માટે ઠરાવ કર્યો હતો. આ ઠરાવ મુજબ કોઈ પણ ભાગીદાર પૈકી એક ભાગીદાર ફ્લેટનો વેચાણ દસ્તાવેજ કરી શકશે. પરંતુ આ જમીન પચાવી પાડવાના ઈરાદે લાભુભાઈ અને તેમના પુત્ર મેહુલે તરફેણમાં રજીસ્ટર્ડ દસ્તાવેજ કરી આપ્યો હતો. ભાગીદાર હોવા છતાં લાભુભાઈ અને તેના બંને પુત્ર મેહુલ અને વિરેન્દ્રએ આ પેઢીમાં આવેલ ચાર કરોડથી પણ વધુની રકમ પોતપોતાના પરિવારના સભ્યોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

છેતરપિંડીની ફરિયાદ :ઇકો સેલના ACP વીરજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, વેચાણ દસ્તાવેજમાં તેઓએ રકમની એન્ટ્રી બતાવી બિલ્ડીંગ વાળી જમીન પર આ પેઢી વતી દેસાઈનો હક હિસ્સા હોવાની જાણકારી છતાં તેઓએ એક જ એન્ટ્રીનો બે વખત ઉપયોગ કર્યો હતો. 4 કરોડથી પણ વધુ રૂપિયાનો ઉલ્લેખ કરી તેઓએ ભાગીદારી પેઢીમાં ન ચૂકવી પોતપોતાના પરિવારના સભ્યોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. જે અંગેની ફરિયાદ મળી અને તેની તપાસ કરી FIR દાખલ કરવામાં આવી હતી. ઇકો સેલે મેહુલ લાખાણી, વીરેન્દ્ર લાખાની અને તેમના પિતા લાભુ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  1. Surat Crime : સુરત ડ્રગ્સ કેસના આરોપીની ધરપકડ, તામિલનાડુમાં કાલભૈરવ મંદિરમાં ઉપાસક બની ભક્તોના ભવિષ્ય જોતો હતો
  2. Surat Crime : સુરતમાં 8 કરોડની લૂંટ મામલે ફરિયાદીની ઉલટ તપાસ, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

ABOUT THE AUTHOR

...view details