સુરતઃ દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વના પાક પૈકી એક એટલે ડાંગરનો પાક. ડાંગરના પાકને સૌથી વધુ પાણીની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહેર દ્વારા પ્રાપ્ત થતા આ વર્ષે ડાંગરનું મબલખ ઉત્પાદન થયું છે. જોકે પાક તૈયાર થયા બાદ ભાવ નીચા જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. થોડા સમય પહેલાં 20 કિલો ડાંગરના ભાવ 500 રૂપિયા સુધી ખેડૂતોને મળતો હતો. પરંતુ છેલ્લા 15થી 20 દિવસમાં 450 કરતાં પણ નીચે આવી ગયા છે. આ ઉપરાંત ડાંગર પર લાગતી નિકાસ ડ્યૂટી 10% કરવાની રજૂઆત પણ મુખ્યમંત્રીને કરાઈ છે.
ડાંગરની નિકાસ ડ્યૂટીમાં ઘટાડાની રજૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ કરાઈ - Surat News - SURAT NEWS
સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરનું મબલખ ઉત્પાદન થયું છે. તેથી ડાંગર પર લાગતી નિકાસ ડયુટી ઘટાડવા સુરત જિલ્લાના ધારાસભ્યો, મંત્રી અને સહકારી આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરાઈ છે. નિકાસ ડયુટી 20%થી ઘટાડી 10% કરવા રજૂઆત કરવામાં આવી છે.
![ડાંગરની નિકાસ ડ્યૂટીમાં ઘટાડાની રજૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ કરાઈ - Surat News Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2024/1200-675-21918725-thumbnail-16x9-b-aspera.jpg)
Published : Jul 10, 2024, 9:02 PM IST
20 ટકાને બદલે 10 ટકા નિકાસ ડ્યૂટીઃ ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો ઉત્પાદન મોટા પ્રમાણમાં થતા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, નિકાસ ડ્યુટી ઘટાડવામાં આવે. સરકારે ડાંગરની નિકાસ પર 10% ને બદલે 20% ટકા ડ્યુટી કરી દીધી છે. દક્ષિણ ગુજરાતમાંથી આફ્રિકન અને અરેબિયન દેશોમાં ડાંગરની નિકાસ થાય છે. સાથે સાથે થાઈલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં પણ નિકાસ કરવામાં આવતી હોય છે. હાલ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકની આવક થઈ છે, ત્યારે નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તો ખેડૂતો વધુ પ્રમાણમાં ડાંગર અલગ અલગ દેશોમાં મોકલી શકે. જેથી કરીને તેમને નીચા ભાવની જે ચિંતા છે તેમાંથી પણ બહાર આવી શકે અને વિદેશોમાં ડાંગરની નિકાસ કરીને આવક પણ પ્રાપ્ત કરી શકે.