ગુજરાત

gujarat

ETV Bharat / state

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : સુરતમાં ધોળા દિવસે બાળકીઓની છેડતી, આરોપી ઝડપાયો - SURAT CRIME

સુરત શહેરમાં ઘર નજીક રમી રહેલી બાળકીઓની છેડતી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, પોલીસે આ મામલે આરોપીની અટકાયત કરી છે.

બાળકીઓની છેડતીનો આરોપી ઝડપાયો
બાળકીઓની છેડતીનો આરોપી ઝડપાયો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2025, 7:23 AM IST

સુરત :વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સુરતથી પ્રકાશમાં આવ્યો છે. ફરી એક હવસખોર ઇસમની ઘૃણાસ્પદ કરતૂત સામે આવી છે. વિકૃત મગજના ઈસમે બે બાળકીઓને ગંદા ઈરાદા માટે નિશાન બનાવી હતી.

ધોળા દિવસે બાળકીઓ સાથે અડપલા :સુરત શહેરમાં બે ફૂલ જેવી માસુમ બાળકીઓ ઘર નજીક રમી રહી હતી. તે દરમિયાન એક વિકૃત મગજના ઈસમે બાળકીઓને નિશાન બનાવી શારીરિક અડપલા કર્યા હતા. નરાધમની હરકતને લઇને બાળકીઓ ભયમાં મુકાઈ ગઈ હતી. નરાધમે તમામ હદો વટાવી દીધી હતી.

સુરતમાં ધોળા દિવસે બાળકીઓની છેડતી, આરોપી ઝડપાયો (Etv Bharat Gujarat)

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ :સુરતમાં એક ઈસમે બે બાળકી સાથે ધોળા દિવસે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સુરત પોલીસ દોડતી થઈ હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આરોપીને દબોચ્યો :આ અંગે બાળકીઓના પરિવારને જાણ થતા ત્યાં લાગેલા CCTV ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં યુવકની કરતૂત જોવા મળી હતી. જે બાદ આ સમગ્ર મામલો ભેસ્તાન પોલીસ મથકે પહોંચ્યો હતો. ભેસ્તાન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી 26 વર્ષીય આરોપી મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારીને ઝડપી પાડ્યો હતો. આરોપી સંચા ખાતામાં નોકરી કરે છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. સુરતમાં 48 વર્ષના ઢગાએ 8 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા
  2. રાજકોટમાં બાળકી સાથે અડપલા કરનાર આરોપી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details