સુરત : મૂળ સંગરામપુરાના અને હાલ વેસુ ખાતે રહેતા દાદા સ્વ પ્રાણલાલ ભગવાનદાસ કાપડિયા દ્વારા મહાશિવરાત્રી નિમિતે ઘીના કમળ બનવાનું કાર્ય 55 વર્ષ સુધી જે પરંપરા નિભાવવામાં આવી હતી, તે તેમના અવસાન પછી તેમની બે પૌત્રીઓ દ્વારા અનુસરવામાં આવી રહી છે. સિંગાપોરથી કોમ્યુનિકેશન ડિઝાઇનનો કોર્સ કરી ચૂકેલી નિષ્ઠા અને સુરતમાં એચઆરમાં સ્નાતકની ડિગ્રી મેળવી ચૂકેલી ખુશી તાજેતરમાં મહાશિવરાત્રિ માટે તૈયાર ઘીના કમળ બનાવી રહી છે. તેમના દાદા સ્વ. પ્રાણલાલ કાપડિયા મહાશિવરાત્રી પહેલા શિવમંદિરો માટે તેઓ વર્ષોથી ઘીના કમળ બનાવતા હતા.
દાદાજીની પરંપરા જીવંત રાખવા પ્રયાસ : બે પૌત્રીઓ દાદાજીની પરંપરા યથાવત રાખવા માટે નિષ્ઠાપૂર્વક ઘીના કમળ બનાવી રહી છે. સ્વર્ગીય પ્રાણલાલ ભગવાનદાસ કાપડિયાની બે પોત્રીઓ મહાશિવરાત્રી પહેલા શિવ મંદિરો માટે ઘીના કમળ બનાવી રહી છે કારણ કે તેમના દાદાજીની ઈચ્છા હતી કે તેઓની 55 વર્ષીય પરંપરા તેમની પેઢીઓ નિભાવે. પ્રોફેશનલ ડીગ્રી ધરાવતી બંને પૌત્રીઓ દાદાજીની પરંપરા જીવંત રાખવા ઇચ્છી રહી છે.