ગુજરાત

gujarat

ETV Bharat / state

સાત દિવસથી સંપર્ક વિહોણા કુંભાણીને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ, કુંભાણીએ કોંગ્રેસની જ કરી ટીકા - Nilesh Kumbani suspended - NILESH KUMBANI SUSPENDED

સુરત લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ્દ થયા બાદથી નાટ્યાત્મક રીતે ગાયબ હતા. તેઓ કોર્ટમાં પિટિશન દાખલ કરવા અને એફિડેવિટ પર સહી કરવા માટે હાજર રહ્યા નહોતા. આખરે સાત દિવસ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શિષ્ટ વિભાગે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ઉપરાંત આવનાર દિવસોમાં તેમના પર ફોજદારી કેસ કરવા માટે પણ તજવીજ હાથ ધરી છે.

કુંભાણી છ વર્ષ માટે સસ્પેન્ડ
કુંભાણી છ વર્ષ માટે સસ્પેન્ડ

By ETV Bharat Gujarati Team

Published : Apr 26, 2024, 4:11 PM IST

Updated : Apr 26, 2024, 7:16 PM IST

કુંભાણીને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ, ફોજદારી કેસ કરવા કવાયત શરૂ

સુરત :આખરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો છેલ્લા ટાણે ફસકી ગયા હતા. ટેકેદારોએ ચૂંટણી પંચને જાણ કરી હતી કે, ફોર્મ પર તેમની સહી નથી, જેના કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરાયું હતું. ત્યારથી નિલેશ કોઈ સ્પષ્ટતા કર્યા વગર સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

કુંભાણીનો વીડિયો સંદેશ

કુંભાણી છ વર્ષ માટે સસ્પેન્ડ :નિલેશ કુંભાણી છેલ્લે પોતાની કારમાં અમદાવાદ રવાના થતા પહેલા જણાવ્યું કે, હું કોર્ટની પ્રોસિજર માટે પક્ષના વરિષ્ઠ નેતાઓને મળવા જઈ રહ્યો છું અને ટૂંક સમયમાં કોર્ટમાં પિટિશન દાખલ કરશે. ત્યારબાદથી જ નિલેશ કુંભાણી કોઈના સંપર્કમાં નથી. આખરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની શિષ્ટ સમિતિ દ્વારા કડક નિર્ણય લઈને નિલેશ કુંભાણીએ છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ કુંભાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ખુદ કોંગ્રેસને જ ખરીખોટી સંભળાવી રહ્યાં છે અને કોંગ્રેસના નેતાઓ પર આરોપ લગાવી રહ્યાં છે.

કોંગ્રેસ સમિતિએ નોટિસ ફટકારી :આ અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિતમાં જાણકારી પણ આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેઓ નાટ્યાત્મક રીતે ગાયબ રહ્યા અને તેમણે પક્ષ સમક્ષ કોઈ પણ જાતનો ખુલાસો કર્યો નહોતો. જેથી તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.

ભાજપ પર ગંભીર આક્ષેપ :આ સાથે કોંગ્રેસ સમિતિએ કહ્યું કે, ફોર્મ રદ થવું એ ખૂબ જ કમનસીબ ઘટના છે. ભાજપ તમામ તંત્રનો દુરુપયોગ કરી રહી છે. આ સાથે ઉમેદવારને લાલચ-લોભ અને ભય સહિત ત્રાસ આપી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિ ખૂબ જ શરમજનક છે. જેના કારણે કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ફોજદારી કેસ થશે ? આ સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત કોંગ્રેસ પ્રભારી નૈષધ દેસાઈએ જણાવ્યું કે, અમે વારંવાર નિલેશ કુંભાણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અમારા સંપર્કમાં નહોતા. તેમને જાણ કરી હતી કે લીગલ ટીમ દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને એફિડેવિડ અને પિટિશનમાં તેમની સહીની જરૂર છે. પરંતુ તેઓ સાત દિવસ સુધી ગાયબ રહ્યા. જેના કારણે કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો કે તેમને છ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવે. સાથે જ તેમના પર ફોજદારી કેસ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે પક્ષ સાથે ગદ્દારી કરી છે.

ટેકેદારોએ આપ્યું મોટું નિવેદન :સૌથી અગત્યની વાત છે કે જે ટેકેદારોની સહીને લઈને વિવાદ સર્જાયા બાદ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું હતું. આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓનું અપહરણ કરવામાં આવ્યું છે. પરંતુ આ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નિલેશ કુંભાણીના ટેકેદારોનું નિવેદન લેવાયું છે. ચારેય ટેકેદારો નિવેદન આપ્યા બાદ ગુજરાત છોડીને ગાયબ થઈ ગયા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે તેમનું નિવેદન વલસાડમાં લીધું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારામાંથી કોઈપણનું અપહરણ થયું નથી.

વીડિયો દ્વારા કુંભાણી થયાં પ્રગટ: નિલેશ કુંભાણીનો આ વિડીયો પાંચ મિનિટથી પણ વધારે સમયનો છે પરંતુ આ વીડિયોમાં આઠ જેટલા કટ જોવા મળે છે. જેથી પ્રશ્નો પૂછાય છે કે તેઓ સ્ક્રિપ્ટડ નિવેદન આપી રહ્યા છે ? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વિરોધ વચ્ચે તેઓ પોતાને કોંગ્રેસના સૈનિક બનાવી રહ્યા છે અને કોંગ્રેસના આજે સ્થાનિક નેતાઓ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રતાપ દુદાદના નિવેદનને લઈ પણ તેઓએ પ્રતિક્રિયા આપી છે તેઓએ પ્રતાપ દુધાત ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

વિજય માંગુકિયાના સંપર્કમાં હતો: સાત દિવસ બાદ આખરે અચાનક જ પ્રગટ થયેલા નિલેશ કુંભાણી એક વિડીયો મારફતે કહ્યું હતું કે,હું કોંગ્રેસના સંપર્કમાં જ હતો, બાબુ ભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. મેં મારા મિત્રો અને પરિવારના લોકોને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અમારી સાથે જ છે. ડરવાની જરૂર નથી સાત સહકાર ચાલુ રહે અને હું પિટિશન દાખલ કરવા માટે અમદાવાદ જવું છું. કોના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મારા ઘરે આવી વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા માટે મજબૂર કર્યો. મારી રેલીમાં સ્વયંભૂ લોકો જોડાયા હતા. કોંગ્રેસના મોટા નેતાઓ મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા. મારી સાથે તેઓ જોડાતા નહોતા. ત્યારે મને કોંગ્રેસ પાર્ટી એ કીધું હતું કે 20 તારીખ પહેલા બૂથ પર કોણ બેસવાનું છે નામ નંબર વિગત મોકલો તો અમે જે ચૂંટણી લડ્યા છે હોદ્દેદારો છે તેમને કહ્યા હતા બુધ ની વિગતો દેવાની છે. તો હોદ્દેદારો અને આગેવાનોએ તે વિગતો આપી નહોતી. આને કીધું હતું કે આને બુથ ની વિગતો આપતા નહીં.

ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના નેતાઓ આવતા નહોતા:સાથે નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, પ્રજા પણ જાણે છે કે હાલ જે લોકો વિરોધ કરી રહ્યા છે તે અગાઉ ભાજપ સાથે બેસી ગયા હતા. આ લોકો મારી સભામાં કે ડોર ટુ ડોર ક્યારે આવ્યા ન હતા. અત્યારે આ લોકો વિરોધ કરવા બેસી ગયા છે મને આ લોકોએ એકલો કરી દીધો હતો હું પ્રચાર પણ એકલો કરી રહ્યો હતો. વર્ષ 2017માં પણ મને ટિકિટ મળી હતી અને ત્યાર પછી મળી તે પણ કપાઈ ગઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી કેતી હતી કે તમે અમારી સાથે જોડાઈ જાઓ અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો. તેમ છતાં કોંગ્રેસ પાર્ટી ને કોઈ પણ પ્રકારની નુકસાની જાય એ ક્યારેય કર્યું નથી. ગઈ વિધાનસભા ચૂંટણીમાં મને ભારતીય જનતા પાર્ટી થી ઓફરો આવતી હતી તમે પ્રચાર ધીમો કરો. કાર્યાલય બંધ કરી દો. ડોર ટુ ડોર જવાનું બંધ કરો. અમારા કેટલાક સાથીદાર યુવાનોએ આ ઓફર સ્વીકારી લીધી હતી.

આપના નેતાઓ આવે તો કોંગ્રેસના નેતાઓ નારાજ થતા: કુંભાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પરેશ ધાણાની જ્યારે પ્રથમવાર સુરત સભામાં હાજર રહ્યા, ત્યારે પણ કોંગ્રેસના કેટલાક નેતાઓને ફોડી લેવામાં આવ્યા હતા કે તેઓ કોંગ્રેસની સભામાં ન જાય. કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો મારી સભામાં કે ડોર ટુ ડોર કેમ્પેનિંગમાં આવતાં નહોતા. એક બે આગેવાનો આવતા હતા.અત્યારે જે વિરોધ કરી રહ્યા છે તેમને પૂછો આમ આદમી પાર્ટીના નેતાઓ અને પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જે સાથે રહીને મહેનત કરતા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કોના દબાવમાં આવ્યા હતા કે તેઓ મારી સભા અને ડોર ટુ ડોર કેમ્પેનીંગમાં આવતા ન હતા. મીની બજાર મોટા વરાછાની સભાઓમાં આવતા ન હતા. કતારગામ બજારમાં ગયા ત્યાં પણ તેઓ આવતા ન હતા. અમે આમ આદમી પાર્ટીના નેતાઓને સ્ટેજ પર બોલાવીને પ્રચાર પ્રસાર કરતા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરતા હતા કે તમે આમ આદમી પાર્ટીના નેતાઓને શા માટે બોલાવો છો. ત્યારે હું કેતો કે આપણું ઇન્ડિયા ગઠબંધન છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવું પડશે. તેમના કોર્પોરેટરોને આપણી સાથે રાખવું પડશે કારણ કે તેમને મત મળ્યા છે. કેટલા કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે તેમને શા માટે સાથે રાખો છો શું તેઓ તમને જીતાડી દેવાના છે.

પ્રતાપ દુધાત શા માટે ન આવ્યા: પ્રતાપ દુધાત ને લઈને પણ નિલેશ કુંભાણીએ નિવેદન આપ્યું છે તેઓએ જણાવ્યું છે કે, મેં પ્રતાપ દુધાત ને અનેકવાર કયા કે તમે મારી સભામાં આવો. તેઓએ મને કીધું હતું કે હું ફોર્મ ભરતી વખતે આવીશ. તું અમરેલી પછીની તારીખ લેજે. પ્રતાપ દુધાતને પૂછીને જ પછીની તારીખ લીધી. તે મારો ફોન નથી ઉપાડતા ન હતા. મે મોવડી મંડળને પણ જાણ કરી. હું ફોર્મ ભરવા જાઉં તો ત્યારે તે હાજરી પુરાવે. પરંતુ દુદાદ આવ્યા નહોતા. એ મને મારી નાખવાની ધમકી આપે છે જો એ હાજર હોત.

હું કોંગ્રેસનું સૈનિક: આ સાથે તેઓએ કહ્યું હતું કે,તો આ સ્થિતિનો નિર્માણ ન બન્યું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, વરાછા રોડમાં કોંગ્રેસનું કાર્યાલય ખુલી રાખી કોંગ્રેસને હું એક પણ નિવેદન આવું નહીં આવું જેથી મારી કોંગ્રેસ પાર્ટી ને નુકસાન થાય. આટલું બધું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું. મોવળી મંડળ પર વિશ્વાસ છે.

  1. સુરતમાં નિલેશ કુંભાણીને રાક્ષસ અને વોન્ટેડ દર્શાવતું 25 ફૂટ લાંબુ બેનર લાગ્યું, સુરતમાં પ્રવેશ મુદ્દે કોણે આપી ચેલેન્જ ?
  2. નિલેશના ઉમેદવારી પત્રક પર ટેકેદારોએ સહી કરી તેના સાક્ષીઓ સામે આવ્યા, કુંભાણીની મુશ્કેલીમાં થયો વધારો
Last Updated : Apr 26, 2024, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details