આર.બી ભટોળ - સુરત જિલ્લા એલસીબી પીઆઇ (Etv Bharat Gujarat) સુરત: આપણે આપણા મનોરંજન માટે મૂવી, વેબ સિરીઝ ,સિરિયલ જોતા હોઇએ છીએ પણ ઘણા ભેજાબાજો આમાંથી રૂપિયા કમાવવાના રસ્તાઓ કાઢતા હોય છે. પછી એ લોકોને , દેશને ફાયદો થશે કે નુકશાન એ વિચારતા નથી. ત્યારે આવી જ એક વેબ સિરીઝ જોઈને નકલી નોટો છાપવાનું શીખેલા ઇસમને પોલીસે ઝડપી લીધો છે.
પોલીસના શકંજામાં નકલી નોટો છાપનાર ગુણવંત વાઢેર નામનો શખ્સ (Etv Bharat Gujarat) નકલી નોટો છાપનાર શખ્સ ઝડપાયો: સુરત જિલ્લા એલસીબી ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે કામરેજની એક સોસાયટીમાં રહેતો એક ઇસમ પોતાના ઘરે નકલી નોટો છાપી રહ્યો છે. તેવી બાતમી મળતા જિલ્લા એલસીબીની ટીમ ત્રાટકી હતી અને ઘરમાં નકલી નોટો છાપી રહેલ ઇસમને રંગેહાથ ઝડપી લીધો હતો. ઝડપાયેલ ઈસમનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ કરણ ગુણવંત વાઢેર હોવાનું જણાવ્યું હતું.
100, 200, 500ના દરની નકલી નોટ ઝડપાઈ (Etv Bharat Gujarat) વેબ સીરીઝ અને યુટ્યૂબમાંથી શીખ્યો નકલી નોટ બનાવવાનું: ઝડપાયેલ ઇસમના નકલી નોટોના છાપખાનામાંથી 500ના દરની 68 નોટ, 200ના દરની 114 નોટ અને 100 રૂપિયાની દરની 32 નોટ તેમજ નોટો છાપવા ઉપયોગમાં લેવાતું પ્રિન્ટર મશીન, પ્લેન પેપર, કટર પાના સહિતનો કુલ 1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલ ઇસમની પોલીસે કડક હાથે પૂછપરછ કરતા તે આ નકલી નોટ છાપવાનું ફર્જી નામની વેબ સિરીઝ અને YOU TUBE માંથી શીખ્યો હતો. અસલી જેવી જ નકલી નોટો છાપી સુરત સીટી અને નાના ગામડાઓમાં જઈને દુકાનદારોને ટાર્ગેટ કરતો અને વટાવી દેતો હતો. આ પ્રવૃતિ તે છેલ્લા પાંચ મહિનાથી કરતો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી
આ પણ વાંચો:Fake Notes in Navsari : ચીખલીમાં ઘેરબેઠાં નકલી નોટ છાપતાં યુવકની ધરપકડ, એસઓજી પોલીસે ઝડપ્યો
નકલી નોટનો ગોરખધંધો: પોતાના અંગત સ્વાર્થ માટે દેશના અર્થતંત્રને ખોખલું કરવા આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા ઇસમોમાં સતત વધારો થઈ રહ્યો છે.હજુ થોડા દિવસ અગાઉ જ આ પ્રકારની મોડેન્સ ઓપરેન્ડી સાથે ઓલપાડ પોલીસે એક ઇસમને ઝડપી લીધો હતો.ત્યારે ક્યાં સુધી આ પ્રકારના નકલી નોટોના છાપખાનાઓ પકડતા રહેશે અને નાના માણસો ટાર્ગેટ થતા રહેશે.સમય આવી ગયો છે અને દેશની અંદર જ રહી ને દેશને નુકશાન કરતા ઈસમો વિરૂદ્ધ કડક હાથ કાર્યવાહી કરવાનો.
- વાંકાનેરમાં નકલી નોટ કેસમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી - Vankaner fake note case
- જુનાગઢના એક વ્યક્તિ પાસેથી ઉનાથી મળી આવી નકલી ચલણી નોટ - JUNAGADH CRIME FAKE CURRENCY