પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ સુરતઃ ઘરકંકાશે હસતા રમતા પરિવારના 3 સભ્યોનો ભોગ લેતા સમગ્ર કામરેજ પંથકમાં ચકચાર મચી ગઈ છે. માતાએ 2 માસૂમ બાળકીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યા અને દુષ્પ્રેરણના ગુના નોંધાયા છે.
સમગ્ર ઘટનાક્રમઃ કામરેજ પોલીસની હદમાં આવેલા હલધરૂ ગામે શુભમ રેસિડેન્સીના મકાનં નં. 248માં રહેતા વરુણ અવધેશ પરિવાર સાથે રહે છે. તે જમીન અને મકાન દલાલીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વરુણના પરિવારમાં તેની પત્ની અને 2 દીકરીઓનો સમાવેશ થાય છે. બનાવના દિવસે વરુણ પાસેથી પત્નીએ 500 રુપિયાની માંગણી કરી હતી. જો કે પતિએ પૈસા આપવાને બદલે નાણાંની જરુર કેમ પડી તેવો પ્રશ્ન પુછતા પત્નીને માઠું લાગ્યું હતું. આ નારાજગીમાં પતિ બહાર જતા પત્નીએ 2 માસૂમ દીકરીઓની હત્યા કરી અને પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો હતો.
દહેજનો ત્રાસઃ આ ચકચારી બનાવ બાદ પત્નીના સગાઓ મુંબઈથી કામરેજ દોડી આવ્યા હતા. આ સગાઓએ પતિ વરુણ તેની પત્નીને દહેજ માટે માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો. કામરેજ પોલીસે 2 માસૂમ બાળકીઓની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ 302 કલમ અંતર્ગત હત્યાનો ગુનો અને પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.
જમીન વેચી 4 લાખ રુપિયા દહેજ આપ્યાનો દાવોઃ મૃતક માતાના પરિવારજનોએ જમાઈ વરુણને દહેજના રોજીંદા ઘર કંકાશથી કંટાળીને 4 લાખ રુપિયા દહેજ આપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતકની માતાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે અમે અમારી જમીન વેચીને દીકરી માટે શક્ય તેટલું કર્યુ હતું. તેમ છતાં જમાઈ વરુણ ન સુધર્યો અને વારંવાર મારી દીકરીને ત્રાસ આપતો હતો. અગાઉ પણ વરુણનાં લગ્ન થયા હતા. જે મૃતકના પરિવારથી છુપાવીને બીજા લગ્ન કર્યા હતા. જે વરુણના સાસરિયાઓને લગ્ન પછી ખબર પડી હતી. દર 3 મહિને વરુણ પત્ની સાથે ઝઘડો કરી તેને પિયર મોકલી આપતો હતો. ફોન પર પત્નીને પિયરીયાઓ સાથે વાત પણ કરવા દેતો ન હતો. મૃતકના પરિવારજનોએ જમાઈ વરુણ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી 3 જિંદગી હોમાઈ જવા બદલ તેને ફાંસી અથવા આજીવન કેદની સજા થાય તેવી માંગણી કરી હતી.
- Husband Killed Wife: મિત્ર સાથે આડા સંબંધ હોવાથી પતિએ પત્નીની કરપીણ હત્યા કરી
- Jamnagar Crime : પતિએ પત્નીની હત્યા કરીને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો