સુરત : દેશભરમાં અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભારે ઉત્સાહ છે. ત્યારે ડાયમંડ જ્વેલરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત શહેર સુરત પણ રામમય બન્યું છે. સુરતના એક જ્વેલરી મેન્યુફેક્ચર દ્વારા અદભુત વીંટીનું નિર્માણ કરાયું છે. 38 ગ્રામની રોઝ ગોલ્ડની આ વીંટી પર ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
Ram Mandir : સુરતના જ્વેલર્સે વીંટી પર બનાવ્યું " રામ મંદિર ", 38 ગ્રામની રોઝ ગોલ્ડ રીંગ પર અદભુત નકશીકામ - Ram Mandir Prana pratistha
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં રામનામની વિવિધ વસ્તુઓ વેચાઈ રહી છે. ત્યારે સુરતના એક જ્વેલર્સે રોઝ ગોલ્ડની વીંટી પર ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે. આગામી 22 જાન્યુઆરી આ વીંટી લોન્ચ કરવામાં આવશે, ત્યારે હાલથી જ તેના ઓર્ડર બુક થવા લાગ્યા છે. જાણો વિગત
Published : Jan 20, 2024, 11:29 AM IST
વીંટી પર બનાવ્યું રામ મંદિર : સુરતમાં બનેલી રામ મંદિરની સોનાની વીંટી ચેન્નઈ અને મુંબઈના જ્વેલર્સ દ્વારા આગામી 22 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે. પોતાની અવનવી ડિઝાઇન અને હીરા કટ માટે વિશ્વ પ્રખ્યાત શહેરમાં ખાસ વીંટી તૈયાર કરવામાં આવી છે. આ વીંટી પર આબેહૂબ રામ મંદિરની કૃતિ બનાવી છે, જે સંપૂર્ણ રીતે રોઝ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. રોઝ ગોલ્ડની વીંટીના ઉપરના ભાગમાં વિશેષ કારીગરીથી રામ મંદિર બનાવ્યું છે. આ રામ મંદિર વાળી વીંટીની કિંમત રુ. 3 લાખ આંકવામાં આવી છે.
વીંટીની કિંમત કેટલી ?રામ મંદિરની પ્રતિકૃતિ સાથેની વીંટી બનાવનાર કારીગર નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, 38 ગ્રામ રોઝ ગોલ્ડની વીંટી પર ભવ્ય રામ મંદિરની કૃતિ જોવા મળશે. રામ મંદિરની થીમ પર તૈયાર કરેલી આ વીંટી વિવિધ સાઈઝમાં ઉપલબ્ધ રહેશે. આ વીંટીની કિંમત સવા બે લાખથી ત્રણ લાખ સુધીની છે. હાલ અમને 178 નંગ વીંટીના ઓર્ડર મળ્યા છે. જેને ધ્યાનમાં રાખી અમે 350 નંગ વીંટી તૈયાર રાખી છે. અગાઉ અમે 10 કિલો 300 ગ્રામ વજનના ચાંદીનું રામ મંદિર પણ બનાવ્યું હતું. આ વીંટીની બજારમાં માંગ વધી રહી છે.