સુરત:ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ વર્ષે મે મહિનામાં સૌથી વધુ યાત્રીએ પ્રવાસ કર્યો હતો. જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટના 1,34,061 અને ઈન્ટરનેશનલ ફ્લાઈટના 1348 યાત્રીનો સમાવેશ થાય છે. જ્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સૌપ્રથમ વખત 39 ટન ઇન્ટરનેશનલ કાર્ગો ગયું હોવાની માહિતી મળી છે. ત્યારે આ વાત માનવ જેવી છે કે, આવનારા દિવસોમાં લોકો ઇન્ટરનેશનલ કાર્ગો સુવિધાનો વધુમાં વધુ લાભ લઈ શકશે.
સુરત એરપોર્ટ પર ફલાઇટની સંખ્યા ઘટી, પણ યાત્રીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો - Surat International Airport - SURAT INTERNATIONAL AIRPORT
સુરત માટે સારા સમાચાર છે. સુરત એરપોર્ટ કે જ્યાં ડોમેસ્ટિક, નેશનલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ આવતી જતી હોય છે. ત્યારે આ એરપોર્ટ પર ગત મે મહિનામાં સૌથી વધુ યાત્રીઓએ પ્રવાસ કર્યાની બાબત સામે આવી છે. ઉપરાંત લોકો દ્વારા ઇન્ટરનેશનલ કાર્ગોની સુવિધા વાપરવાનું પ્રમાણ પણ વધ્યું હોય તેવું જણાય છે. આ વિશે વધુ જાણવા માટે વાંચો. Surat International Airport
Published : Jun 26, 2024, 8:43 AM IST
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટના મુસાફરો: ફ્લાઈટની સંખ્યા ઘટી રહી હોવા છતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રવાસ કરનારા યાત્રીઓનો આંકડો વધી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મળી 1,35,993 યાત્રીએ પ્રવાસ કર્યો હતો. આજ રીતે ફેબ્રુઆરી મહિનામાં 1,24,974, માર્ચ મહિનામાં 1,25,786, એપ્રિલ મહિનામાં 1,20,924 અને મે મહિનામાં સૌથી વધુ 1,47,968 યાત્રીએ પ્રવાસ કર્યો હતો.
102 ફ્લાઈટની મૂવમેન્ટ: ડોમેસ્ટિક ફ્લાઈટના 1,34,061 અને ઇન્ટરનેશનલ ફ્લાઈટના 13,907 યાત્રીનો સમાવેશ થાય છે. જ્યારે ડોમેસ્ટિકમાં 1,348 અને ઈન્ટરનેશનલમાં 102 ફ્લાઈટની મૂવમેન્ટ થઈ હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી મેં મહિનામાં 529 ટન ડોમેસ્ટિક કાર્ગો ગયું હતું. જ્યારે પ્રથમ વખત 39 ટન ઇન્ટરનેશનલ કાર્ગો ગયું છે. જે સુરત એરપોર્ટ માટે ખૂબ સારી વાત છે. સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ કાર્ગોની સુવિધા શરૂ થઈ હોવાની માહિતી લોકો સુધી પહોંચતા તેનો વધુમાં વધુ ઉપયોગ થશે એવું માનવામાં આવી રહ્યું છે.