સુરત :તાજેતરમાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી 927 ગ્રામ ઇન્ટરનેશનલ ગોલ્ડ પાવડરને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે હવે સુરત SOG પોલીસે મુખ્ય સુત્રધાર પિતા-પુત્રને ઝડપી પાડ્યા છે.
સુરતમાં સોનાની દાણચોરી :આ અંગે મળતી માહિતી અનુસાર ગત 7 જુલાઈ, 2024ના રોજ સુરત SOG પોલીસે જહાંગીરપુરા વિસ્તારમાંથી એક મહિલા અને ત્રણ પુરુષોને ઝડપી પાડ્યા હતા. તેઓ દુબઈથી સુરત સોનાનો પાવડર લઈને આવ્યા હતા. તેઓ સોનાના પાવડર ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને લઈને આવ્યા હતા. આ લાવેલ સોનાના પાવડરનું વજન 927 ગ્રામ હતું, જેની કિંમત રૂપિયા 64,89,000 હતી.
દુબઈથી સોનું મંગાવનાર મુખ્ય સુત્રધાર પિતા-પુત્ર ઝડપાયા (ETV Bharat Gujarat) મુખ્ય સુત્રધાર પિતા-પુત્ર ઝડપાયા :આ સોનાનો પાવડર, હાલ પકડાયેલા આરોપી પિતા-પુત્ર દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જેથી પોલીસે પિતા-પુત્રને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે હાલ પોલીસે આરોપી પિતા અફઝલ ગુલામ મોહમદ શાહ અને પુત્ર શહેઝાદ અફઝલ શાહને ઝડપી પાડ્યો છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી 927 ગ્રામ ઇન્ટરનેશનલ ગોલ્ડ પાવડર સ્મગલિંગ મામલે સુરત SOG પોલીસે મુખ્ય સુત્રધાર પિતા-પુત્રને ઝડપી પાડ્યો છે.
"પોલીસે આરોપી પિતા અફઝલ ગુલામ મોહમદ શાહ અને પુત્ર શહેઝાદ અફઝલ શાહને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે." -- રાજદિપસિંહ નકુમ (DCP, સુરત પોલીસ)
સોનાની દાણચોરી કરતા ઇસમો :આ બાબતે DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના આદેશ અનુંસાર સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટનો ઉપયોગ કરી ભારત સરકારની કસ્ટમ એક્સાઈઝ ડ્યુટી ભરવી ન પડે તે માટે શરીર ઉપર તેમજ લગેજમાં સંતાડી એન કેન પ્રકારે ઈમીગ્રેશન સિક્યુરિટીમાંથી પસાર થઈ ગેરકાયદેસર રીતે સોનાની દાણચોરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના હતી.
- બેંગલુરુ એરપોર્ટ પર 40 દુર્લભ પ્રાણીઓ પકડાયા, ટ્રોલી બેગમાં છુપાયેલા
- સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક સપ્તાહમાં ૬૬ લાખનું સોનું ઝડપ્યું